________________
જેનકાવ્યદેહને
ઢાળ ૩ જી.
(કેરબાની દેશી.) પ્રેમે પનોતી પધારિયાં, દિલ હરખેવાળી; કરે રંગીલી નહુ માનતી દિલ સુણો રાજાકી બેટી, તુમ હમ પુજે ભેટી, આનાકાની અબ ક્યું કરે; દિલ સાત રાણીને શિરે, મેં તુજે રાખું ઘરે, દુનિયા સબ તુજ પાંઉ પડે દિલ દાસ દાસી હજુરા, એ સબી સેવક તેરા, હુકમ તુમાર ન લોપે તે; દિલ સબહિ રાણિ ઉમેરી, ભક્તિ કરેગી તેરી, તુમ આણું શિર રોપને. દિલ૦ ૨. રાજ એ તુમ સંગી, સેના એ ચતુરંગી, આણું ફેરાવું સવિ દેશમાં દિલ મેં બી કરત સેવા, ખાઓ મિઠાઈ મેવા, તેલ સુગંધ ધરે કેશમે. દિલ૦ ૩. હમકું એક સુરે દિઓ, કચુક તુમ લિય, રત્ન ભૂપણ સવલાસમે; દિલ તેહિ વિદેશી વરી, તે તુજ પરહરી, ભટકત દેશ વિદેશમે. દિલ૦ ૪. ચિત્ત ખુલાસે રહે, કહના હવે સે કહે નિચિ નજર કરી ક્યું રહે; દિલ સુરી બોલે ઈશુ, લોક વિરૂદ્ધ કિશુ, ઉત્તમ કબહુ નવું કહે. દિલ૦ ૫. હવે દાસીકા જાયા, એર ધનૂર ખાય, દીવાનો પણ યુ ના કહે; દિલ૦ ધિંગ ધિગ તેરી જાત, ક્ષત્રિ ના માન તાત, તેરા વચન સનિ ના સહે. દિલ૦ ૬. અપજસ જગ લિયો, કુમળે કલંક દીપો, મશી કુરંચક પુરવજ મુખે; દિલ૦ સતિકી લાજ લેવે, તે નર જીવ ખોવે, આ ભવ તે ન રહે સુખે. દિલ૦ ૭ કિયા મારથ મનકા, અબ્રહ્મચારી નરકા, કબહુ સફળ હવે નહી, દિલ તે મુજ અપહરી, લૂચત કેશ હરી, મહાલત નહીં જગમાં રહી. દિલ૦ ૮ મેરે પ્રિતમકે આગે, સિંહ નજરસે ભાગે, છાગ સરખે તુમ ભૂપતિ; દિલ કંચુક પિયુ દિયા, ચેરી એ તુને લિયા, ચેરીકા માલ Kવા છતી દિલ૦ ૮. સુરગિરી પવને ધ્રુજે, જીવ અભવ્ય ભૂજે, લોક અલેકમે જાતિ; દિલ૦ રવિ શશી ચાર ચૂકે, જલધિ મરજાદા મૂકે, હુ તુજ હાથ ન આવતી. દિલ૦ ૧૦ એમ ગુણી રાય ધાવે, એ અબ કહાં જાવે, ચિટ્ટી ધાગા કરી વશ કરૂ; દિલ ખાનપાન દિયું ઘડિ ઘડિ ખબર લિયું, જિયું તિયું કરું મન પાંસરું. દિલ૦ ૧૧. ચિત્રપટે આલેખી, રૂપ પતિનું દેખી, ૫ચ કલ પતિદિયે; દિલ પાણી પ્યાલો ધરે, પિછે ભજન કરે, મારીતર હેતઉદાશિએ. દિલ૦ ૧૨.