________________
શ્રીમાન વિરવિજયજી–ધમ્પિલકુમાર, ૫૫ શરણ કરી નિજક્ષ અગ્નિ ઝપાપાત રે; રતનદેવ પ્રભુમિ પાસે ઉભે જઈ રે, જક્ષ પ્રભાવે ન થયો દેહેં ઘાત રે. પુણ્ય ૧૮. રયણદેવ નિજ દેવીશું બેઠે તિહાં રે, તતક્ષણ કન્યા પણ આવી તે પાસ રે; રતન જોતિ દેખી મંત્રી માન જ ધરે રે, તવ તે દેવ કહે તન્ય ભત્રિ ઉદાસ રે. પુણ્ય ૧૮. વાટ જેવતાં તમે આવ્યા ચિંતા ટળી રે, આ અમ પુત્રી પરણું વધારે લાજ રે, મંત્રી ભણે તમ દેવને સુત સંતતિ કીસિ રે, જક્ષ કહે મુઝ ચરિત્ર સુણે મહારાજ રે. પુણ્ય ૨૦. તિલક્યુરેં ધનશેઠ વસે વ્યવહારિયો રે, શ્રીમતિ નારી પ્યારી સતિય વિશેષ રે, જ્ઞાન અમૃત સૂરિ ગ્યાની જઈ વદી વને રે, બેઠા તવ મુનિ દેવે શ્રત ઉપદેશ રે. પ૦ ૨૧. નરભવ પામી જૈન ધર્મ ચિંતામણિ રે, સરખો જાણું પ્રાણી સે નિત્ય રે; નિયે ન કરી શકે તે પંચ પરવ ભજો રે, જેથી જાએ નરય તિરિની ભીત રે. પુણ્ય૦ ૨૨. બધ શુભાયુ પ્રાર્થે બાંધે એ તિથિ રે, ભાંખે નિરયાવલિ સૂત્રે ભગવંત રે. લોકિક શાસે ચઉદશ અષ્ટમિ પૂર્ણિમા રે, દરરવિસંક્રાંતિ પર્વ મહંત રે. પુણ્ય૦ ૨૩ માંસ સુરા તલ સ્ત્રી પર્વે ભગવે રે, તે નર નર કાળ ઘણે રોળાય રે; તેણે જ હસતી તવે સામાયિક પસહે રે, ધ્યાન ધરંતાં શ્રાવક સરગે જાય રે. પુણ્ય. ૨૪ ગુરૂમુખ પંચ પરવી વ્રત ઉચરી ઘર ગયા રે,