________________
શ્રીમાન વીરવિજયજી–ધર્મિલકુમાર. ૫૪૯ રતનશેખર નામે ધરમી ગુણવંત રે તમ લોચન ત્રીજું ચઉ બુદ્ધિ તો નિધિ રે, નામે સુમતિ મંત્રિમાણે મહંત રે. પુણથ૦ ૪. માસ વસ તે નૃપ મંત્રી સહ વન ગયા રે, બેઠા તરતી દેખી શીતળ છાય રે; કિન્નર મિથુન સ્નેહરશે વાત કરે રે, તરૂ ઉપર સાંભળતા રસભર રાય રે. પુણ્ય ૫. રતનવની કન્યા શચિ રંભા રૂપ હરે રે, નજરે દીઠી મીઠી અમિથ અમાણ રે; જોવન વેળા નરના મેળા નવિ રચે રે, રતનશેખર દેખતે વરે સા જાણ રે. પુણ્ય૦ ૬.
અદશ્યપણે ગુણિ વાણું નૃપ ચિત્ત ચિતવે રે, -કુણ મુજ નામે સરખી નારી એહ રે;
જનમ સફળ તો માનું જે મુઝ એ મળે રે, -નહિ તે ભારભૂત શી ધરવી દેહ રે. પુo . ચિંતાયે ઘરે જઈને નિદ્રાશન તજી રે, રાગે જડિયો પડિ તૂટી ખાટ રે; -મંત્રી નિબંધે પૂછતા તેણે સવિ કહ્યું રે, -મંત્રી કહે વિણ દીઠે કેમ હેય ઘાટ રે. પુણય૦ ૮. રાય કહે મરવું નહી રતનવની વિના રે, ચિતે મંત્રી દુર્જય કામવિકાર રે; મમરણે મરણ વિષયથી વિષ ખાધે મરે રે, તણે ઈહા કરો કાળ વિલંબ વિચાર રે. પુણ્ય, ૯. -સાત માસમાં શુદ્ધિ કરી અમે લાવશું રે, ચિંતા તજી કરે રાજ્ય તમે મહારાય રે; મંત્રી વયણ સુણી હરખે નૃપ તસ મોકલે રે, મંત્રી ચાલ્યા શુભ શુકુને નમિ પાય રે. પુણ્ય ૧૦. ચઉ દિશિ જોતાં શુકન હુઆ દક્ષિણ દિશે રે,