________________
૩૫૨
જૈનકાવ્યદેહન
રણું ખેતર રહ્યા મોહને, સઘળાઈ પરિવાર; એક તાત મન તિહા કિણે, જીવતો દીઠ તિવાર.
ઢાળ ૧૨ મી. પિયુ ચલે પરદેશ, સબે ગુણ લે ચલે—એ દેશી. તિણ વેલાં ત્યાં વીર વિવેકે તાતને, નિરો પર ક્ષીણ ખરે તસુ ગાતને, નાંહિ વિલેપન કર્મ તણો નહિં અતિ ઘણો, અતિ નહિચચલ અચલ ઉપમકિમ ભણે. મૂકે બહુ નિશ્વાસ આશ મન સ ભરે, મેહશું સબળો સ્નેહ મેહ આંસૂ ઝરે; આથમિયો મેહ સૂર નિશિ સ કે કહે, સિહ ગયે જિમ હરિણવનમાં આવી રહે. રાજ કાજ સુખ સાજ સહુ મુજ હાથ, રાગાદિક પરિવાર પ્રવર્તનો નાથ છે, હૈ હૈ દેવી દેવ તે એવડો શું કિયે, ચિન્તામણિ મહરાય ઉલ્લાસીને દીયો. ભક્તિ યુગતિ ભરપૂર ભલી પરે મુજ હતી, હવે કુણ કરશે સેવ દેવ" મન ભાવતી; વિરહ વિલાપ સંતાપ તાતને જાણીને, આયો રાય વિવેક નેક મન આણીને. વીર કહે સુણ વાત તાત હવે માહરી, એ માર્યો જે મોહ સહ સવિ તાહરી, તીન ભુવન દુઃખદાય રાય મેહ એ હતો, પાપ તાપ બહુ વ્યાપ કળા ગુરૂ એ છતો. જીવ હણાય બાય વહે જૂઠ સદા, પરધન હરણ પરદાર સેવે છે એ મુદા; મિત્રશું દેહ વિછહ કરી ધન મેળવે. નિશદિન મદિરાપાન ખાન છાક લવે.