________________
જૈનકાવ્યદેહન.
દેહરા. પટરાણી રાજાણી, શીલવતીની માય, મળવા આવી વેગણું, નંદનને ચિત લાય. નદિની નદન દેખી તે, હૈડે ઘણુ હરખાત; શીલવતીની વર્ણના, એક મુખે ન કહાત. શીલવતીને માતા કહે, મંદિર પધારે માય; શીલવતી કહેકામ જે, હાથી કહો મન ભાય. ન ગઈ માતા મંદિરે, આણી મન વૈરાગ; અવસર માતા તાત એક કરતાં દીઠાં ત્યાગ. દિન કેતા એક ત્યાં રહ્યા, ભળીને બહુ પરિવાર, આજ્ઞા માગી આપણુ, સેના કીધી ત્યાર તિલપુરી ગયા નરપતિ, ઉત્સવ ઘણે મડાણ; વિરહ વિરહી સહુ ટળ્યાં, પામ્યા ક્રોડ કલ્યાણ. ૬. વર નિ સાણ વજાડિયાં, ઘેરાં વાજે વાજિત્ર; ઉત્સવ કીધા અતિઘણું, કીધા કર્ણ પવિત્ર.
ઢાળ ૧૩ મી. (ગઢડામાં ઝૂલે સહિયે હાથણું–એ દેશી. ) ગઢડામાં વાજે શબ્દ મૃદ ગના, ઘમ ઘમ ઘુઘરના ઘમકાર, મારી વહુઅરશુ હે સહી મે પટજ કેળવ્યુ આંકણી. ગુણની વેલી એ વેલી માહરે, ઘરમા એ ચિ તામણિ આવિ સાર. મારી. ૧. ઘેર ઘેર તરિયા તોરણ બાંધિયાં, ઘર ઘર દિસે દશ દિશે ભાળ; મારી ગણ ગણ ગોરી ગાવે હે ગીતને, જન મન ટાળે બહુ જ જાળ. મારી૦ ૨. પુત્રને લઈ ચાટે સચર્યો, મેતીડાશુ વધાવિયે સેહવી નાર; મારી માતતણે જઈ તે ચરણે નમે, માતતણે મનમાં હરખ અપાર, મારી૦ ૩. સામુડીને જઈ પાયે તે પડી, સાસુડીજી આપે પ્રેમ આશીશ, મારી કર ધરી દીધુ આસન આપણુ, ગહગહી આણી મનમાં જગીશ. મારી ૪. વહુને એ સાસુ પાયે જવ નમી, ધન્ય ધન્ય તુ કુલમાં શણગાર; મારી હોયે કુળમાં દિનકર સારિખા, તાહરે નામે હોય જય જયકાર. મારી પ.