________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ર૧૫ અરે હા, નારી હૈડે દુઃખ સાભર્યો છે. નગર વસાવ્યું તિહાંકણે, ભૂપતિ મેરા, સીલવતાંતણે નામ રે, અરે હાં, શીલવતી નગરી ભલી છે, જીનમંદિર થાયે જેણુ, ભૂપતિ મેરા, બીજા અછતછનસ્વામી રે, અરે હા, મંડપ કળશ ધજાવાળી છે. નગરતણું રખવાળિકા, ભૂપતિ નેહ, થાપી ગાંધર્વ દેવ રે, અરે હા,સિંહ મૂરતિ પળને બારણે છે, અનશન થાનકે બાળિકા, ભૂપતિ નેહ, કર્યો મંડપ તતખેવ રે, અરે હાં, દેવળ જન સુખ કારણ છે. અષ્ટાપદ સુરતિ ધરી, ભૂપતિ નેહ, હરિને ભજન હાર રે, અરે હા, તે અહીનાણે સુદર છે, દ્વય મૂરતિ દેખી કરી, ભૂપતિ નેહ, ઉપજે ચરિત્ર અપાર રે, અરે હા, મહીપતિએ તે મનહરૂ છે. હોઈ વસ્તી બહુ તિહા, ભૂપતિ નેહ, રાન પાટણને કરેય રે, અરે હા, ગામ વશ્યા બહુ પાખળે છે, અધિષ્ઠાતા બલિયે જેહ, ભૂપતિ નેહ, શભા સઘળી લય રે, અરે હાં, આપ ચલ્યો હવે આગળે છે. અગ દેશ ચ પાપુરી, ભૂપતિ નેહ, આવિયો ભૂપ વિશ્રામ રે, અરે હાં, સામો સિંહરથ આવિયો છે, મળિયા ભૂપ બેહુ હિત ધરી, ભૂપતિ નેહે, નદની નદન તામ રે, અરે હાં, ઉછગે તતક્ષણ લિયો છે. વાલે લાગે વસુપતિ, ભૂપતિ નેહ, ઉલ્લફ્યુ હૃદય અત્યંત રે, અરે હા, ભીડે અગશુ ભૂપતિ છે, મેહ માદય સગતિ, ભૂપતિ નેહ, આણું કે ન વહ ત રે, અરે હા, નિરખી નજરે દપતી છે ગુણ લક્ષણ પૂરણ ભર્યો, ભૂપતિ નેહ, રૂપે મદન કુમાર રે, અરે હાં, દેખતા મન મોહિયે છે, કામને જીપણું અવતાર, ભૂપતિ નેહે, સાભળી બારમી ઢાળ રે, અરે હાં, નેમવિજય ઘણું સહિયે જી
૧૧.
૧૦,