________________
૧૭૮
નકાવ્યદેહન,
મત ધરે મન ભેદને, ટળશે સહુ સંતાપ; કહે રાણી કયાંહાં નીવસે, પ્રીતમને મેળાપ. વરસ દશનો હજી લગી, વાલિમતણે વિયોગ; આગે સુખકારણ ઘણાં, લહેશે ભેગવી ભોગ. દેવી કહે ઈણ વાટડી, તમે સિધાવો માય; દેવી સાનિધ્યે મારગે, વસતી દિન વહી જાય.
ઢાળ ૧૦ મી.
(સાહેલડીની શી ) શ્રીપુર નામે રડે, સાહેલડી રે, શહેર અનુપમ ત્યાં હતો; શ્રીષેણ નામે મહિપતિ, સાહેલડી રે, ન્યાયી નરપતિમાં હતો. ભાવે ભવિયણ સંભાળે, સાહેલડી રે, જે હોવે વાત વિનાણતો; જે જે કરમે સપજે, સાહેલડી રે, કરમ કરે તે પ્રમાણ છે. શ્રીસેના તસ ભારજા, સાહેલડી રે, ગેરી ગુણુ આવાસ તે; માનવતી છે તેહની, સાહેલડી રે, પુત્રી રૂપ વિલાસ તે. ચઉરાશી ચઉટાં ભલા, સાહેલડી રે, વસતિ વરણ અઢાર તે; વારૂ મદિર માળિયાં, સાહેલડી રે, લતણે નહિ પાર છે. તે પુરે જળપૂરી વહે, સાહેલડી રે, તટિની નીરપ્રવાહ તે; બેઠી તેણે ઉપકંઠડે, સાહેલડી રે, સતી મનમાં નિરૂત્સાહ તે. પરદેશી સા પ્રાહુણી, સાહેલડી રે, તેને કુણ દે આધાર તે; પ્રેમ કરી બોલે નહિ, સાહેલડી રે, કેને ન આવે વિચાર તે. વન જોખમ અતિ ઘણું, સાહેલડી રે, જાણે જગત કપાસ તે; જ્યહાં જાયે ત્યહા વાવરે, સાહેલડી રે, તેમ નારી તન સાસ તે. ઈમ વિચિંતે ચિત્તમાં, સાહેલડી રે, હું જાઉ કેમ આજ તે; શીલ રતન એ જાળવું, સાહેલડી રે, એ મુજ ત્રિભુવન રાજ તે. આવી ત્યહા તેણે અવસરે, સાહેલડી રે, વેશ ઉભા પરિવાર તે; સરવે સરખી પ્રઢળે, સાહેલડી રે, રૂપે કરી શણગાર તે. દીઠી ઉમાએ યોવના, સાહેલડી રે, દીઠ સુંદર અગ તે; મીઠી લાગી રન મળે, સાહેલડી રે, પામી અતિ ઉછરંગ તો..