________________
૧૬૦
જૈનકાવ્યદેહન. શીલવતીને નામની રે, મોકલી પહેલા જેહ રે; શીલ૦ ૮. ભૂપણ દેખી ભામની રે, દંભ ધર્યો દિલમાંહ્ય રે; પરવિના એ કૃત નહિ રે, દેખીને દિલ દાહ રે. શીલ૦ ૯. રાજા તેડી ભૂત્યને કહે રે, તેવી વાત એકાત રે; વહુ તે લાવો તમે રે, નાગ હોયે દુરદાંત રે શીલ૦ ૧૦. આપ્યો અજગર આકરે રે, કુંભ માહે સુવેય; પ્રાણ કાઢે કુકારવે રે, ડક ને કહા કહેય રે. શીલ૦ ૧૧. આણી મૂક્યો મદિરે રે, બેલાવી તે બાળ રે; સાસુ કહે લાવ્યો વહુ રે, ઈણ ભાડે પુષ્પ માળ રે. શીલ૦ ૧૨. ગણી નકાર ઊભી થઈ રે, ઉઘાડે મુખ તાસ રે; સાપ ફીટી માળા થઈ રે, સુરભિ અનોપમ જાસ રે. શીલ૦ ૧૩. જો શીલ પ્રભાવથી રે, સુર સારે બહુ સેવ રે, કીધાં કર્મ મૂકે નહિ રે, જે મળે દેવના દેવ રે. શીલ૦ ૧૪. શિલે આપદ સહુ ટળે રે, શીલ થકી સુખ વાસે રે; ઢાળ બીજી ખંડ પાંચમે રે, નેમ લહે મન આશ રે. શલ૦ ૧૫.
દેહરા ચમત્કાર નૃપ ઉપને, શીલવતી ગુણ ગેહે; જૂઠ કહી એ નવ બચે, દિલ રજન સુખ દેહ. કાળ સાથે કહે કેમ રહે, જો ન હોય શીલ રેણુ; ગુણવંતી એ ગેરડી, સહુ દેખે જે સણ. રત્નમાળા કહે રાજવી, એની વાત મ તાણ, દોકુળ કલંક લગાડિયું, પાપતણી એ ખાણ. મુજથી ન મરે એ વહુ, ભૂપ કહે મુખ વાત; એમ કહી સભાએ આવિ, રાણું ઘાલે ગાત. જેજે સુખ ક્ષણ કારણે, જેણે ઉપાયું કલંક; રાય શોભા યમ પામશે, જે હુતા નિકલક.