________________
૧૦૮
જૈનકાવ્યદેહને.
નેહ ન કીજે હો રે પિયુજી, છેલ શિરામણ છેલ, પિયુ દિલ; શકટી ગલાણ બેહેડે કરી રે પિયુજી, હાલે નહિ કે બેલ, પિયુ દિલ૦ ૨. હેતુ અંબુ ઉદધિ પેરે રે પિયુજી, ગરવો ગુણ ગભીર, પિયુ દિલ. તાપ વાયુ કરી લીજિયે રે, પિયુજી, છિલર જ્યમ સરનીર, પિયુ દિલ૦ ૩. ચકચકેરની પ્રીતડી રે પિયુજી, રાખે ઉત્તમ રીત, પિય દિલ કેશવરામ યું નેહલો રે પિયુજી, જેમ મીન ને જળ હીત, પિયુ દિલ૦ ૪. હઠ કરીને જે છોડશે રે પિયુજી, તે કહો કેમ કહાય, પિયુ દિલો; સમજે ચતુર એક વેણથી રે પિયુજી, જીવિત લગી પહોચાય, પિયુ દિલ૦ ૫. કેત કેળવો અન્યથી રે પિયુજી, નારીશુ ન કીજે હાસ, પિયુ દિલ; એ હાસે સાશજ નહિ રે પિયુજી, ક્ષણમાં હોવે વિખાસ, પિયુ દિલ૦ ૬. સીતાતણે વિરહ કરી રે પિયુજી, રામજી કીધ વિલાપ, પિયુ દિલ૦, શું કહિયે તમને મુદા રે પિયુજી, સમજો હિયલડે આપ, પિયુ દિલ૦ ૭. સુખ દુઃખ કારણ એકઠાંરે પિયુજી, ગમનશી કહો મુખ વાણ, પિયુ દિલ૦, અત લગે થાઓ એકમના રે પિયુજી, હાસીથી હોયે હાણ, પિયુ દિલ૦ ૮. જીવતાં ઈ દેઈ જીવના રે પિયુજી, ક્ષણમાં ન કીજે વિહ, પિયુ દિલ, વાલમ વિહોણી વિરહિણું રે પિયુજી, મેટે પ્રીતમ દેહ, પિયુ દિલ૦ ૯. ઉપજ પિયુપ્રેમથી રે પિયુજી, ઈડે છે નિરૂપમ નાર, પિયુ દિલ; અતલગી કાયમ રાખશે રે પિયુજી, નેહ વધે જે અપાર, પિયુ દિલ૦ ૧૦. ઈચ્છા જે હોય તેમતણું રે પિયુજી, તે દિયે અમો તાત, પિયુ દિલ૦; જાવું કુણ દુઃખ કારણે રે પિયુજી, પિયુ કહો માંડી વાત, પિયુ દિલ૦ ૧૧. સેવાકારી દ્વય સુદરી રે પિયુજી, રહે છે કે અનર, પિયુ દિલ, અમે લહિયે તમ મનતણું રે પિયુજી, વળી વળી તન ભરપૂર, પિયુ દિલ૦ ૧૨. ખામી નહિ અમ સેવમાં રે પિયુજી, જે હય દુઃખ વદો કથ, પિયુ દિલ, છેહડે છડી કેમ દાખવે રે પિયુજી, એક મતે કરી તત, પિયુ દિલ૦ ૧૩. જાવું પડે પરદેશડે રે પિયુજી, અછતતણે તે મંડાણ, પિયુ દિલ; કુવર કહે નિચ્ચે ચાલવું રે પિયુજી, તરૂણીને કહે તાણ, પિયુ દિલ૦ ૧૪. તરસે નયનાં લોભિયાં રે પિયુજી, સ્થિર રહિયા એ દેય, પિયુ દિલ; લાજ વહો તમે એહની રે પિયુજી, હેજ ભરી સામું જોય, પિયુ દિલ૦ ૧૫. ઉત્તમ જાણ આદર્યા રે પિયુજી, વિરહે હવે મત દેય, પિયુ દિલ;