________________
પંડિત શ્રી નેમવિજયજી–શીલવતી રાસ. ૧૦૭ રાયે પૂછો એકતે તેડી, કુવરત વરતંત ( ૨ ); કહિયે લહિયો તેનાથી સઘળા, ભૂપતિ મન હરખત (૨) પુરૂ૦ ૨૬, લઈ લગન ને નદની દેઈ, પરણાવી કુમાર (૨), પદ્મિની દેઈ પ્રીતમ પેખી, સકળ ગણે અવતાર (૨). પુરૂ૦ ૧૭. દુખ દુહગ સહુ દૂર વિડારે, પામ્યો વાચ્છિત ભેગ (૨), કીધું પુણ્ય તે કેડ ન મૂકે, પુણે સકળ સ જોગ (૨). પુરૂ૦ ૧૮. સેવક કહે તસ ખડ એબીજૈ, સતી ગુણ પુણ્ય પવિત્ર (૨), નેમવિજય કહે ભવિ સાંભળતા, હોયે જનને ચિત્ર (૨). પુરૂ૦ ૧૯
इति श्रीशीलवतीमहाचरित्रे द्वितीयखंडः संपूर्णः ॥
ખંડ ૩ જ.
દેહરા, સકળ રિદ્ધિ સમૃદ્ધિકર, ત્રિભુવન દીપ સમાન, પ્રણમુ પાર્શ્વ ગાડી ધણી, આપે વર સિદ્ધિ દાન. અભય અનુપમ અકળ ગતિ, મદનકદન મહાન દ, ભયારણને સુખકરણ તુ, ચરણ શરણ ગુણદ. પાતિકને ઘરે હરે, દારિદ્રય દુ ખ જ જાળ, ત્રીજો ખંડ કહેતા થકા, હો સુગુરૂ ખુશાલ સુખ વિલસે સસારનાં, પામી ભગ સજોગ, શીલવતી ક્ષણ ક્ષણ વળી, સાભરતા લહે ગ. માગે શીખ કામની કને, અવસર આપણે પાય; સુણી વચન વામા ત્યહા, હૈડ શુન્યજ થાય. પ્રીતમ એવું ન બેલિયે, એ વચને દુ ખ હોય, કામનીને વા’લાતણ, વિરહ ન આપે કાય.
ઢાળ ૧ લી,
(ક કણ મારલિયા-અ દેશી) ગમનતણું વચન સાભળી રેપિયુજી, નારી બેલે મુખ એમ પિયુ દિલ વશી રહ્યો; અવગુણ જાણું અમતરે પિયુજી, છોડો છે કહિયે કેમ પિયુ દિલ વશી રહ્યો. ૧,