________________
કાન્તાદૃષ્ટિ વળી અહીં ચેતનને મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે અને સદ્ધિ
ચારશ્રેણિ બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે મીમાંસા ગુણ અને તેથી નકામા અસ્વસ્થ વિચારે ઉપર
અંકુશ આવી જાય છે. આ મીમાંસા ગુણ બહુ લાભ કરનાર થાય છે કારણ કે તવશ્રવણને અંગે થયેલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચારશ્રેણિ ચાલવા માંડે છે ત્યારે પછી પ્રગતિમાં એકદમ બહુ સારી રીતે વધારે થતું જાય છે. આ દષ્ટિમાં બધા તારાની પ્રભા જેવો હોય છે એટલે તારાની પ્રભા જેમ એકસરખે પ્રકાશ આપે છે તેમ આ દૃષ્ટિમાન પ્રાણને બંધને પ્રકાશ સ્થિર હેય છે; જેમ તૃણમય આદિને પ્રકાશ ઝમક ઝબક થાય છે તેવું આ પ્રકાશમાં અસ્થિરત્વ નથી, પણ એકસરખે સ્થિર પ્રકાશ ચાલ્યા આવે છે. અલબત, એ પ્રકાશ ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલો તેજસ્વી નથી પણ તે સંપૂર્ણ પ્રકાશ પામવાના આદિ સ્વરૂપે આ સ્થિર પ્રકાશ નાના રૂપમાં પ્રાપ્ત થાય છે. અહીં તારાને પ્રકાશ કે થાય છે તેનું સ્વરૂપ બતાવતાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીનું પ્રકૃતિથી જ નિરતિચાર ચારિત્ર હોય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદ રહિત વર્તન હેય છે, ચેતનને શુભ વસ્તુમાં વિનિગ થાય છે અને આશય ઉદાર અને ગભીર થાય છે. આ દૃષ્ટિમાં કેટલે બધો વધારો થઈ જાય છે તે આથી જણાયું હશે.” અતિ ઉદાર આશયમાં વર્તતા ચેતનની માનસિક સ્થિતિ અહીં કેવી થાય છે તે હવે આપણે વિચારીએ છીએ, પરંતુ એ પહેલાં એક વાત જરા સ્પષ્ટ કરી નાખીએ. તે વાત એ છે કે-આ દષ્ટિમાં ચેતન વર્તતા હોય