________________
8 ૬૦ +
જેન દષ્ટિએ પણ ચથી દષ્ટિમાં અને એના વિકાસમાં મેટે આંતરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે અહીં ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવાથી, ગ્રંથીને ભેદ થવાથી અને શુભ વાસનાનાં સાધને પ્રાપ્ત થયેલાં હેવાથી જે તે પ્રાપ્ત થયેલી જોગવાઈને લાભ લઈ ચેતનજીને પ્રગતિ કરાવે તે તેને માર્ગ સરીયામ સીધે છે અને જે વળી વિષયકષાયાદિ વિભામાં ફસાઈ લપસી પડે તે વળી રખડી પડે છે. આવી રીતે જે પ્રાણ સાંસારિક ભાગમાં આસક્ત ન થતાં ચેતનને વિકસ્વર રાખે છે અને આગળ વૃદ્ધિ કરે છે તેઓ છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત કરે છે. એ છઠ્ઠી દષ્ટિમાં ચેતનના ભાવ કેવા થાય છે અને તેની પ્રગતિમાં છે અને કેટલું વધારે થાય છે તે હવે વિચારીએ.
૬, કાન્તાદૃષ્ટિ. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં ચેતન આવે છે તે પહેલાં તેનામાં વેગની સિદ્ધિઓ સારી રીતે પ્રાપ્ત થઈ ગઈ હોય છે, પણ તેમાં પ્રાણી શચી ન જતાં આગળ પ્રગતિ કરે છે. અહીં પ્રાણીને ધારણ નામનું વેગનું અંગ પ્રાપ્ત થાય છે. અમુક વસ્તુના એક વિભાગ ઉપર ચિત્તની સ્થિરતા કરવી તેને ધારણ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આ દષ્ટિ પ્રાપ્ત થતાં ચેતનના ચિત્તની ચપળતા ઓછી થાય છે અને તે મનને વિશેષ સ્થિર કરી શકે છે. મનને જ્યાં ત્યાં રખડવાની ટેવ હોય છે તે દૂર થઈ જઈ એકાગ્ર થવા માંડે છે. ચિત્તની અસ્વસ્થ અવસ્થા અતિ વિષમ છે અને મહા અશુભ કર્મને એકઠી કરનાર છે તે હવે નવું જાણવાનું રહ્યું નથી. જેટલાં કર્મો મન અસ્વસ્થ અવસ્થામાં હોવાથી ગ્રહણ કરાય છે તેટલાં કાયાથી થતાં નથી, કારણ કે કમની ચીકણાશ-રસને મ ગ ઉપર બહુ આધાર છે.