________________
: ૬૨ :
* જૈન દષ્ટિએ યોગ છે ત્યારે તેનામાં પ્રમાદ હેતે નથી તેથી આપણે એમ અનુમાન કરી શકીએ કે બહુધા આ દૃષ્ટિમાં વર્તતે જીવ સર્વવિરતિ ગુણ પ્રાપ્ત કરી સક્ષમ ગુણસ્થાનક સુધી પહોંચેલે. હેય છે. આપણે વેવસંવેદ્ય પદની પ્રાપ્તિ વખતે જોઈ ગયા છીએ કે ત્યાં સમ્યગ બોધ થવા ઉપરાંત પ્રાણું આગળ પ્રગતિ કરતો જાય છે. આ સમ્યગ બોધ થયા પછી તે યમનિયમ કરે છે અને પ્રથમ દેશથી તેને આદર કરે છે અને પછી સર્વથી આચરણ કરી વિશુદ્ધ થાય છે. યમને દેશથી આદરવા તેને દેશવિરતિ ગુણ અને સર્વથા આદરવા તેને સર્વવિરતિ ગુણ કહે છે. પ્રથમ અને દ્વિતીય દષ્ટિ જે યમનિયમમાં થાય છે તે આઘે સમજવા. અહીં પંચમ દષ્ટિમાં સમ્યગૂ જ્ઞાનપૂર્વક જે યમનિયમ થાય છે તે અતિ વિશુદ્ધ સમજવા. એ યમનિયમના આચરણથી જે પ્રાણીને દેશવિરતિ, સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે તેને પંચમ અને છઠ્ઠ ગુણસ્થાનક અનુક્રમે હોય છે અને જ્યારે તેને સર્વવિરતિ ભાવમાં વર્તતા અપ્રમાદ ગુણ પ્રાપ્ત થાય છે એટલે ઇદ્રિયસંયમ આદિ વિશિષ્ટ ગુણેમાં સર્વથા તત્પરતા થાય છે ત્યારે સપ્તમ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં જ્યારે પ્રાણ આવે છે ત્યારે તે સાતમા ગુણસ્થાનકમાં વર્તે છે. આ દૃષ્ટિમાં વર્તતા પુદંગલસંગને બહુ વિશિષ્ટ રીતે ત્યાગ થાય છે અને ચેતનને બહુધા પૌગલિક બાબતમાં હર્ષ આવતે જ નથી. એને મીમાંસા–સદ્વિચારણાને વેગ સારી રીતે થયેલ હોવાથી એને આત્મીય બાબતની જ ચિંતવના થયા કરે છે અને એ સ્થળ-પૌગલિક બાબતને જરા પણ વિચાર બહુધા કરતું નથી. તાત્પર્ય એ છે કે એને મોટે ભાગે આધ્યાત્મિક