________________
જૈન દષ્ટિએ પાગ નથી. એ ઉન્નતિકમમાં “અષની હદ સુધી આગળ વધે
છે, એટલે એને જેવી રીતે શુભ પ્રવૃત્તિ અષગુણની વિચારણા તરફ અખેદ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે
અન્ય અશુભ કાર્યો કરનાર તરફ “અદ્વેષ ઉત્પન્ન થાય છે. અહીં પ્રાણીને તત્વ અને મુક્તિ તરફ અદ્વેષ ઉત્પન્ન થાય છે. અત્યાર સુધી પુદ્ગલદશામાં રાચતે પ્રાણ પુદ્ગલને તત્વ ગણત હતું અને તેના વિયેગને અતત્વ ગણ અને અર્થપત્તિથી પ્રાણીને તત્ત્વ અને મુક્તિ તરફ ટ્રેષ હતે આ તેને દ્વેષ હવે મંદ થતું જાય છે અને તેથી જ આગળ પ્રગતિ કરતા હવે પછી તેને તવજિજ્ઞાસા ઉત્પન્ન થશે. આ હકીક્ત બહુ સૂક્ષ્મ વિચારથી સમજવા યોગ્ય છે. એમાં તત્ત્વરુચિ કેમ પ્રગટે છે અને વધે છે તે દરેક દષ્ટિમાં ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. આ ઉપરાંત એને અહીં કરુણાને અંશ ઉત્પન્ન થાય છે તેથી તે સમજે છે કે અન્ય જીવે જે કુદેવ અને કુગુરુ પર દેવગુરુબુદ્ધિ રાખે છે અથવા અશુભ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તેઓ બાપડા દયાને પાત્ર છે, તેઓ ઉપર દ્વેષ કર અકુચિત છે. કર્મને પરવશ રહી જેઓ એવી અધમ દશા ભગવે તેઓ ઉપર દ્વેષ કરવો એ મરેલાને મારવા તુલ્ય છે. આવા પ્રકારની કરુણા ભાવનાનું બીજ તેનામાં પ્રગટ થાય છે. કરુણાને અંગે આવા પ્રકારને ૮ અઠેષ”. ગુણ અહીં પ્રાણીને પ્રાપ્ત થાય છે. ઘણુંખરું તે દૃષ્ટિમાં વર્તતા
જ અન્યનાં કાર્યની ચિંતા રાખતા જ નથી, પણ કદાચ રાખે છે તે તેનામાં કરુણાને અંશ ઉત્પન્ન થવાથી જ રાખે છે, પણ તેઓ નકામી વાતે અથવા નિરર્થક હઠ-કાગ્રહમાં