________________
મિત્રાદષ્ટિ
: ર૯ : પડી જતા નથી. પ્રાણ સાધ્યની સમીપ આવતું હોવાથી તેને કાંઈક સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી તે ઘષ્ટિ મૂકી દઈ ઉન્નતિકમમાં આગળ વધે છે એટલે તેનામાં ઉપરોક્ત અષ ગુણસ્થાન આવે છે. એ ભાવને બતાવનારે શબ્દ Toleration (પરમસહિષ્ણુતા) છે. આવી સ્થિતિમાં રહેલા પ્રાણીઓ પરમત આદરતા નથી, પણ પરમતમાં આસક્ત પ્રાણુઓનું ભવાભિનંદીપણું તેમને ખેદ કરાવે છે, છતાં તેને તેના ઉપર દ્વેષ આવતું નથી. અહીં દર્શન તદ્દન મંદ હોય છે એ તે તૃણાગ્નિના સાટશ્યથી સમજાયું હશે. આ દષ્ટિમાં વર્તતે પ્રાણી
* “પરમત સહિષ્ણુતા' શબ્દનો અર્થ ખાસ વિચારવા યોગ્ય છે. કોઈ પણ પ્રાણીને ખેટે માર્ગે દોરા અથવા અન્યને દરવતે જોઈને તેના ઉપર દયા લાવવી અને બોધદ્વારા તેના ઉદ્ધારની વિચારણા કરવી અને તે માર્ગ લે એ સહિમણુતા છે અને તેનું નામ અદ્દેષ છે. જોરજુલમ કરી-મારીને મુસલમાન કરવાનો માર્ગ અયોગ્ય છે, પરંતુ બોધ આપીને સમજાવવાને માર્ગ પ્રશસ્ય છે. એ એગ્ય માર્ગ લઈ બોધ આપવા છતાં પણ પ્રાણી માર્ગ ઉપર ન આવે તે પછી પ્રયત્ન કરનાર વિચારે છે કે બિચારા પ્રાણીની કર્મપરિકૃતિ હજી પરિપકવ થઈ નથી. આવા વિચારથી તેના ઉપર કરણ લાવે, પણ તેના ઉપર દેષ કરે નહિ-એનું નામ “ સહિષ્ણુતા” કહેવાય છે. કોઈ પણ પ્રાણુ અન્યનો હિંસા કરતો હેય તેને હિંસા કરતા અટકાવવા અને તેની પોતાની હિંસા પણ થવા ન દેવી એ માર્ગ જેમ આદરણીય ગણાય છે તેમ કે પ્રાણીને સુધારવાને પ્રયત્ન કરતાં કોઈને નુકશાન થાય તેવે માર્ગ લેવો તે અયોગ્ય છે, કેઈને નુકશાન ન થાય તે માર્ગ લે તે આદરણીય છે. આવી ધારણા રાખીને
ગ્ય પ્રવૃત્તિ કરવી. સહિષ્ણુતા રાખવામાં આવે તે ઇતિહાસમાં જે અનેક સંહાર થયા છે તે કદિ બને નીહ.