________________
મિત્રાદષ્ટિ કમે વિશેષ વધતી જાય છે એટલું ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પછવાડેની સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં મોક્ષ પ્રતિ જવા માટે જે પ્રયાણ શરૂ કર્યું હોય તે અટકતું નથી, આગળ આગળ પ્રગતિ થયા જ કરે છે, ત્યારે પ્રથમની ચાર દૃષ્ટિમાં વખતે પતન પણ થઈ જાય છે, આગળ વધેલ છવ પાછો પણ પડી જાય છે અને એમ એમ કરતાં આગળ વધે છે. જેવી રીતે પ્રયાણ કરનાર માણસ રાત્રિએ ઊંઘ લે છે, તેવી રીતે સ્થિરાદિક આગળની ચાર દૃષ્ટિવાળે જવા દેવગતિ વિગેરેમાં જઈ સુખ ભોગવી આવે છે અને વળી પાછો મનુષ્યગતિ પ્રાપ્ત કરી મોક્ષ તરફનું પ્રયાણ આગળ ચલાવે છે. આટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે આપણે એ આઠે દષ્ટિમાં વર્તતા જીવની સ્થિતિ અને એને ઉન્નતિક્રમ સંક્ષેપમાં વિચારી જઈએ.
૧. મિત્રાદૃષ્ટિ પ્રથમ મિત્રાદષ્ટિમાં વેગનું પ્રથમ અંગ “યમ” પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપરિ ગ્રહતા આ સુપ્રસિદ્ધ પાંચ યમ છે. એ પાંચ યમે સામાન્ય પ્રકારે અહીં પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં બોધ તૃણની અગ્નિ જે સમજવો. જેમ ખડને તાપ એકદમ થઈ ભડભડ બળી જાય તે એટલે તદ્દન સૂક્ષ્મ-સામાન્ય પ્રકારને-વિજળીના ઝબકારા જે બે અહીં થાય છે. એ દૃષ્ટિનું લક્ષણ ‘અખેદ છે. એટલે આ પ્રથમ દષ્ટિમાન જીવને શુભ કાર્ય કરતાં જરા પણ કંટાળો આવતે નથી, સારાં કામ કરતાં તે કદિ થાકી તે નથી અને શુભ પ્રવૃત્તિ કરતાં તેને થાક ચઢી જતે.