________________
: ૨૦ :
જૈન દષ્ટિએ વેગ અનુભવ્યા વિના મરણ પામી ગભ્રષ્ટ થાય છે. છેવટે ત્યાં કહેવામાં આવ્યું છે કે-ચુસ્થાનદશામાં આગળ ન વધવાની ઈચ્છા રાખનારને આવી સિદ્ધિઓ કામની છે, પરંતુ જેને વિવેક
ખ્યાતિના ઉદ્દેશથી યેગસાધના કરવી હોય તેમણે આ સિદ્ધિઓ ઉપેક્ષા કરવા એગ્ય છે. જૈન પરિભાષામાં આ જ વિચાર બતાવીએ તે પૌદૂગલિક દશાના લુપી ભવાભિનંદી જીવે જ સિદ્ધિમાં પરિપૂર્ણતા માની તેને લાભ લેવા વિચાર કરે છે, બાકી જેમની ઈરછા સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરી કર્મમળથી રહિત થઈ સાધ્યદશામાં સ્થિત થવાની હોય છે તેઓ આ સિદ્ધિઓના ઉપગને સંસાર વધારનાર સમજી પરભવમાં રમતા કરાવનાર તરીકે તેની અન્ય પૌગલિક વસ્તુઓની પેઠે ઉપેક્ષા કરી પોતે આગળ વધે છે.
સાધક જીવને ઉન્નતિક્રમ હવે આપણે સાધક ને ઉન્નતિમ વિચારીએ. અહીં જણાવી દેવાની જરૂર છે કે આ ઉન્નતિક્રમ શ્રીહરિભદ્રસૂરિ મહારાજના બનાવેલા શ્રી એગદષ્ટિસમુચ્ચય ગ્રંથ ઉપરથી તેમજ તેના લગભગ ગુજરાતી પદ્યમય ભાષાંતરરૂપ આઠ દષ્ટિની સજઝાય, જેના બનાવનાર પ્રસિદ્ધ મહાત્મા શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય છે, તેમના કથનાનુસાર સરળ રીતે સંક્ષેપમાં સૂચવ્યું છે. એ કમ બહુ વિચાર કરી સમજવા યત્ન કરે અને જેમણે બની શકે તેમણે ઉપરોક્ત મૂળ ગ્રંથે જેવા.
* પાતંજલ યોગદશન પાદ ત્રીજાનું સત્ર ૩૬મું અને તે પર વાર્તિક