________________
- ૧૪ :
જૈન દ્રષ્ટિએ યાગ
આવે છે. કાંઈક શુભ પરિણામ થતાં કર્મનિજૅશ વ્યક્ત અવ્યક્ત રીતે કરી ઊંચા આવે છે અને વળી કોઈ કોઈ વાર પાછા નીચે ઉતરી જાય છે. આવી રીતે અથડાતાં પછડાતાં તે જ્યારે પચે દ્રિયગતિમાં આવે છે ત્યારે તે આત્મસ્વરૂપ વિચારણાની અવસ્થામાં આવે છે. પચેન્દ્રિયગતિમાં પણ મનુષ્યજાતિમાં ઉન્નતિક્રમ બહુ સારા પ્રાપ્ત થાય છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ. મનુષ્યજાતિમાં આવીને પણ આ દેશની પ્રાપ્તિ, આયુષ્યની સ્થિતિ, શરીરનું સ્વાસ્થ્ય, ગુરુમહારાજના ચેાગ, ઉત્ક્રાન્તિ કરવાની ઈચ્છા, જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ, પૃથક્કરણ કરી વિવેચન કરવાની શક્તિ એ પ્રમાણે અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થાય તે જ ઉત્ક્રાન્તિક્રમમાં ચેતન આગળ વધે છે, નહિ તા મનુષ્યના લવ પૂર્ણ કરી વળી પાછે સ`સારમાં રખડી જાય છે અને ભવાંતરમાં ભટકે છે. આવી સ્થિતિ હાવાથી મનુષ્યભવની દુર્લભતા વિચારી પ્રાપ્ત થયેલ સામગ્રીઓને પૂરેપૂરા સારી રીતે લાભ લેવાની આવશ્યકતા સમજવા સાથે જીવા મનુષ્યજાતિમાં પણ ઉત્ક્રાન્તિક્રમમાં પૃથક્ પૃથક્ સેાપાન પર રહેલા હાય છે એ ધ્યાનમાં શખવાનુ છે. જુદા જુદા ઉન્નતિક્રમનાં સેાપાના પર દૃષ્ટિદ્વારા આગળ વિવેચન થશે ત્યારે જણાશે કે ઉન્નતિક્રમમાં પણ કેટલી તરતમતા હાય છે. મનુષ્યગતિમાં રહેલા જીવાનું વર્તન જોતાં ઘણી વખત મોટો ખેદ થશે. ઘણાખરા મનુષ્યો અનેક પ્રકારનાં આત્ત, રોદ્ર ધ્યાન કરી, અધમ વૃત્તિ આદરી અનેક પ્રકારની ધમાધમ કરી, આવ્યા હાય તેવા ચાલ્યા જાય છે. વ્યવહારનાં કાર્ડ્સમાં
ઉન્નતિમાં તરતમતા
.