________________
ચેતનની ઉત્ક્રાન્તિ
: ૧૩ : ૧૧ મી) શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે-“અયોગને
ગોમાં ઉત્કૃષ્ઠ રોગ કહેવામાં આવે છે અને તે મોક્ષની સાથે જોડનાર છે. “સર્વસંન્યાસ” એ તેનું સ્વરૂપ છે.” અહીં એક રીતે જોતાં વેગ શબ્દનું સ્પષ્ટ વર્ણન પ્રાપ્ત થાય છે. સર્વ ત્યાગને અર્થ એગ છે અને તે મેક્ષ સાથે પ્રાણીને જોડે છે તેથી તેને જોડનાર તરીકે રોગ કહેવામાં આવે છે. આથી પતંજલિની વ્યાખ્યા જે ઉપર જણાવવામાં આવી છે તે અત્ર ઘટતી નથી એમ સ્પષ્ટ થયું હશે. ચિત્તની તદ્દન નિરાધાવસ્થા અથવા શૂન્ય સમાધિસ્વરૂપ જૈન દષ્ટિએ કઈ પણ પ્રકારે ઉપયેગી નથી એ આગળ ઉપર સ્પષ્ટ કરવામાં આવશે. સમિતિ, ગુપ્તિનું સ્વરૂપ વિચારતાં આ સંબંધી વિશેષ નિર્ણય થશે. અત્ર યોગ શબ્દ ઉપર જણાવેલા અને અર્થમાં કઈ કઈ જગ્યા પર વપરાયે છે એટલું વિચારી પ્રસ્તુત વિષયને અંગે આપણે ચેતનની ઉત્ક્રાન્તિ બહુ સંક્ષેપમાં વિચારી જઈએ.
ચેતનની ઉત્ક્રાંતિ કવૃત્ત સ્થિતિમાં નિમેદની અંદર આ જીવ અનંત કાળ રહે છે. ત્યાં નદી પાષાણુળ ન્યાયથી અકામ નિર્જરા થતાં કઈ વખત વ્યવહાર નિગોદમાં આવી સૂક્ષ્મ સ્વરૂપ છેડી બાદર સ્થિતિ પ્રાપ્ત કરે છે. એવી રીતે વધતાં વધતાં આ જીવ પૃથ્વી આદિ એકેન્દ્રિય દશામાં, ત્યારપછી બે ત્રણ ચાર ઇંદ્રિયવાળી સ્થિતિમાં અને કેમે કરીને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિમાં * अतस्त्वयोगो योगानां, योगः पर उदाहृतः । મોહયોગનમાવેન, સંન્યાસક્ષઃ | ગદષ્ટિસમુચ્ચય (૧૧)