________________
: ર૩ :
જૈન દષ્ટિએ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ઇવનિ, ચામર, દેવતાધિષિત સિંહાસન, સૂર્યથી પણ વિશેષ પ્રભાવાળું ભામંડળ, આકાશમાં દિવ્યા દુંદુભિ અને બાજુમાં આતપત્ર-આ આઠ મહાપ્રાતિહાર્ય યુક્ત શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં બેઠા બેઠા ભવ્ય પ્રાણીઓને દેશના આપે છે, એઓ જે પ્રદેશમાં વિચરે છે ત્યાં તેઓના અચિંત્ય મહિમાથી ઈતિ ઉપદ્રવ નાશ પામે છે, તેઓની નજીકમાં સર્વ પ્રાણીઓ પોતાનું કુદરતી વૈર ભૂલી જઈ એક સાથે આનંદથી રહે છે, હાથી અને સિંહ જેવા નિસર્ગ વૈરબુદ્ધિવાળા પ્રાણીઓ પ્રભુના અતિશયથી દુશ્મનાવટને યાદ પણ કરતા નથી, આખા વિશાળ સમવસરણમાં જાનુ પ્રમાણ પુષ્પ પાથરેલાં હોય છે, અનેક દેવ દેવીઓ અને મનુષ્ય ભગવાનની વાણીને પ્રસાદ લે છે અને પિતાના કર્ણને પવિત્ર કરે છે, દરેક એમ સમજે છે કે તેને ઉદ્દેશીને શ્રી જગન્નાથ પ્રભુ દેશના આપે છે, ધીર ગંભીર રાગથી દેવાતી દેશના સાંભળી તેમાં અનેક ભવ્ય પ્રાણીઓ લીન થતાં દેખાય છે, અનેક ગણધરે ને મુનિએ પ્રભુની વૈયાવચ્ચ કરી રહ્યા છે, ચેતરફ આનંદ આનંદની ઊમિઓ ઉછળી રહી છે, વચ્ચે સિંહાસન ઉપર ચતુર્મુખે શ્રીપરમાત્મપદ પ્રાપ્ત કરનાર આસન્નમોક્ષગામી પુણ્યવાનું મહાત્મા સગી અવસ્થાએ પહોંચેલા બેઠા છે, સર્વ પ્રકારના વિકારને નાશ થયેલે હેવાથી અતિ અસરકારક રીતે એકાંત ઉપકાર કરવાની બુદ્ધિથી ભવ્યરાજને વિકવર કરે તેવી રીતે અનેક ગુણથી ભરપૂર વાણુને વિલાસ કરે છે, દેવતાઓ, ઇદ્રો, ચકવર્તીએ, મનુષ્ય અને તિય પ્રભુ પાસે મસ્તક નમાવી પિતાના આત્માને ધન્ય માને છે–આવી રીતે કેવળજ્ઞાનભાસ્વર