________________
ધ્યાન
: ૨૩૨ અતિશયયુક્ત અહંતના રૂપનું અવલંબન કરવું તે રૂપ ધ્યેય છે. એ રૂપસ્થ દયેયનું વર્ણન કરતાં હજારે વિશેષ આપી શકાય તેમ છે. એમના એક એક પ્રાતિહાર્યનું અથવા ગુણનું તથા દેષના ત્યાગનું વર્ણન કરતાં પુસ્તક ભરાય તેમ છે. એમના ત્યાગ વૈરાગ્ય અને એમણે મહારાજાને જે વિજય કર્યો છે તે પર વિચાર કરતાં આખું જીવન પૂર્ણ થઈ જાય. એવા અચિંત્ય ગુણ મહિમા કીર્તિ અને આત્મતિથી પ્રગત થયેલા અને જેમનાં અઘાતી કર્મો નામમાત્ર શેષ રહ્યાં છે તેવા શ્રી અરિહંત પરમાત્માને યેયને વિષય કરવાથી બહુ આનંદ આવે છે. એમને ઇદ્રિ પર સંયમ, રાગાદિ સંતાનને નાશ, સ્યાદ્વાદશસ્ત્રધારણ, નયપ્રમાણયુક્ત ગંભીર વચન, સર્વ જંતુ ઉપર અપરિમિત કરુણા વિગેરે એટલા આકર્ષક, સુંદર અને રમ્ય છે કે એના પર જેમ વિચાર કરવામાં આવે તેમ અતિ આનંદ થાય તેમ છે. આવી રૂપસ્થ સ્થિતિમાં ધ્યાનને સ્થિર કરવાથી આત્મા પોતાનું સર્વજ્ઞપણું અનુભવે છે. જેમ સ્ફટિક રનની પછવાડે જેવા રંગનું કુસુમ રાખ્યું હોય તેવું રૂપ તે ધારણ કરે છે તેવી રીતે ચેતનની પછવાડે જે આદર્શ મૂક હોય તેવું રૂપ થડા વખત માટે તે ધારણ કરે છે, માટે જેમણે ચેતનની ઉત્ક્રાન્તિ કરવી હોય તેમણે આદર્શ સાધારણ પ્રકારને કદિ રાખ નહિ. બરાબર તપાસ કર્યા વગર રાગદ્વેષ જેના નાશ પામ્યા ન હોય તેવા આદર્શને આદરી–વીકારી લેવામાં આવે તે જોઈને લાભ કદિ મળતું નથી અને એક વાર આડા માર્ગે ચઢી ગયેલું વહાણ પાછું જલ્દી ઠેકાણે આવતું નથી અને આવતાં આવતાં ઘણે શક્તિને વ્યય અને