________________
ધ્યાન
૧ ૨૨૮ : આવી રીતે જાપના અનેક પ્રકાર છે. વિદ્યાના અનેક પ્રકાર છે. તેમાં પણ કેટલીક રીતે જાપ કરવાથી સાંસારિક જોગસાધન મળે છે, મહિમા કીર્તિ થાય છે, ઈષ્ટ જનને પ્રસંગ થાય છે અને કેટલીક રીતે મિક્ષ તરફ ગમન થાય છે. જે પદનું ધ્યાન કરવાથી પ્રાણુ વીતરાગ થાય, સંસાર પર ભાવ ઓછો થાય, વસ્તુવરૂપને બંધ થાય અને આત્મિક ગુણ ઓળખાય એનું ધ્યાન કરવું. અનેક પ્રકારની પદની વ્યવસ્થા ગગ્રંથકારેએ બતાવી છે તે જેવી, વિચારવી અને પિતાને અનુકૂળ લાગે તે આદરવી; પરંતુ એ પદના જાપથી અણિમાદિ સિદ્ધિઓ કે બીજી લબ્ધિપ્રાપ્તિ કરવાને આશય રાખી ગભ્રષ્ટ થવું નહિ. આ પદસ્થ દયાનમાં શબ્દનું આલંબન લેવાનું છે અને અનુભવીઓ એ સંબંધમાં એટલું સ્પષ્ટ રીતે કહી ગયા છે કે એ જાપના પ્રકારથી અને કારાદિ પદના ધ્યાનથી ચિત્તની સ્થિરતા, નિર્મળતા અને એકાગ્રતા બહુ સારી થાય છે અને નિરાલંબનત્વની પાસે પ્રાણી બહુ જલદી આવી જઈ છેવટે પ્રગતિ કરી સાધ્ય પ્રાપ્ત કરે છે. ગમે તે ધ્યેયવિષય થઈ શકે તેમ છે તે આટલા ઉપરથી જોવામાં આવ્યું હશે. પિતાને કર્યો વિષય ધ્યેય કરે એગ્ય છે તે પૃથક્કરણ કરીને વિચારી લેવું. હવે આપણે રૂપસ્થ થેયને વિચાર કરીએ. એ રૂપસ્થ ધ્યેયના વિચારમાં પણ બહુ આનંદ આવશે.
રૂપસ્થ થેય-પિંડસ્થ અને પદસ્થ દયેયનું આપણે સ્વરૂપ જોયું. હવે રૂપસ્થ ધ્યેયમાં તીર્થકર મહારાજનું ધ્યાન કરવાનું છે તે આ પ્રમાણે ન્માક્ષલક્ષમીની નજીક ગયેલા, ઘાતી કર્મોને ક્ષય કરનારા, ચતુર્મુખે દેશના દેનારા અને અશોક વૃક્ષ,