________________
* ૨૨૪ ૪
જૈન દષ્ટિએ યોગ અતિ આત્મિક આનંદ કરાવતું જુએ. આ મંત્રરાજનું ધ્યાન એકાગ્ર વૃત્તિથી કરવું, એમાં સ્કૂલના થવા દેવી નહિ. પછી એ મંગરાજની નાસાગ્ર તથા ભૂલતામાં સ્થાપિત કરતી વખતે તેની સાથે વર્ણની સ્થાપના કરવાનું કોઈ આચાર્યો કહે છે. ત્યારપછી એ મંત્રરાજ માંથી મીંડું કાઢી લેવું, પછી કળા ( અર્ધ ચન્દ્રાકાર) કાઢી લેવી, પછી માથેથી રે કાઢી લે અને છેવટે તેને અનક્ષરત્વ પ્રાપ્ત કરી શકે એવી રીતે થાવવું અને ઉચ્ચાર કર્યા વગર તેનું ચિંતવન કરવું. આ અનરત્વ પદને અનાહત દેવ કહેવામાં આવે છે. એ ચંદ્રલેખા સમાન સૂમ, કુરણાયમાન, સૂર્યની જેવી કાંતિવાળા છે. મતલબ એ અક્ષરમાંથી અનક્ષર સ્થિતિમાં અથવા લક્ષ્યમાંથી અલક્ષ્યમાં ગમન થતું બતાવે છે. એ મંત્રરાજ સૂમ થતાં થતાં છેવટે વાલા જેટલું સૂફમ થઈ જાય છે અને એટલી સૂક્ષમ સ્થિતિએ જતાં જગને
તિમય જુએ છે. આટલી હદે પહેચે છે ત્યારે તે નિરા લંબન ધ્યાનથી એટલે નજીક આવી જાય છે કે એને અણિમા વિગેરે સિદ્ધિઓ સિદ્ધ થાય છે, દેવે એની સેવા કરે છે અને એને અતિ અદ્દભુત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, પરંતુ તે તેમાં રાચી ન જતાં લક્ષ્યમાંથી અલક્ષ્યમાં ગમન કરવા, સાલબનમાંથી નિરાલંબન ધ્યાનને કમ આદરવા અને સ્કૂલમાંથી સૂમમાં જવા યત્ન કરે છે. આ અનાહત પદ અતિ આનંદજનક છે, મહાકસમૂહને નાશ કરનાર છે અને શુકલધ્યાનની તદન નજીક મૂકી દેનાર છે. આ મંત્રરાજની ચિંતવનામાં વચ્ચે પરમ તત્વનું ચિંતવન થઈ શકે છે જે ઉપર બતાવાઈ ગયું છે.
પ્રણવ બીજના ધ્યાનમાં ૩૦ પદનું ધ્યાન આવે છે. અરિ