________________
ધ્યાન
: ર૩ :
ક થી માંડીને મ સુધીના વ્યંજનની સ્થાપના કરવી. વન ઉપર આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર ય થી માંડીને હસુધીના આઠ વ્યંજનની સ્થાપના કરવી. આવી રીતે નાભિ પર અષ્ટદળ કમળ, હદય પર ચતુ. રાતિદળ કર્ણિકાયુક્ત કમળ અને વદન પર અષ્ટદળ કમળ સ્થાપના કરી વર્ણમાતૃકાનું ધ્યાન કરવું. આ સુપ્રસિદ્ધ ધ્યાનથી શ્રુતજ્ઞાનસમુદ્રને પાર પમાય છે. એમાં ૪૯ અક્ષરો આવે છે તેનાથી નષ્ટાદિ વિષયનું જ્ઞાન થાય છે અને અનેક વ્યાધિઓને નાશ થવા ઉપરાંત વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં ઉત્તમ ગતિ થાય છે.
મંત્રરાજનું ધ્યાન એ આ વિભાગનો બીજો પ્રકાર છે. એમાં હું અક્ષરનું ચિંતવન કરવાનું છે. એને બીજાક્ષર કહે છે. કનક્કમળના ગર્ભમાં કર્ણિકા ઉપર સ્થિત થયેલ અને શુદ્ધ ચન્દ્ર જેવું નિર્મળ, સર્વત્ર વ્યાપી રહેલું અને દશે દિશામાં ગમન કરતું આ પદ તેનું સમરણ કરે. આ અક્ષરમાં બુદ્ધ, શિવ, બ્રહ્મા અને વિષ્ણુની કલ્પના બીજાઓ કરે છે તે ન કરતાં તેમાં દેવાધિદેવ શ્રીજિનેશ્વર ભગવાન જેઓ સર્વજ્ઞ સર્વવ્યાપી અને શાંત છે તેની કલ્પના કરવી. એ અતિ વિશિણ બીજતત્વ કુંભક પ્રાણાયામથી ભૂલતામાં, વદનકમળમાં, તાલુદ્વારમાં ફરતું અને અમૃત વર્ષાવતું મરે, વળી તેને નેત્રમાં જતું. કેશોમાં સ્થિત થતું અને જાતિચક્રમાં સંચાર કરતું જુએ અને તેવી રીતે તેને સર્વ દિશાઓમાં ગમન કરતું, આકાશમાં ઉછળતું, કલંકને છેદતું અને ભ્રમને ભાંગી નાખતું જુએ અને છેવટે તેને પરમાનમાં લઈ જતું, શિવશી સાથે જોડતું અને