________________
જેની દષ્ટિએ યોગ તેને અનેક વિકલ્પ થયા કરે છે અને સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ સ્વાધીન ચિંતવનેથી મનને વશ કરવું જોઈએ. તેને માટે શરૂઆતમાં આલંબનની ખાસ જરૂર છે. પૃથ્વી આદિ તત્વની ધારણ કરવાની જરૂર છે. પૃથ્વી સંબંધી ધારણાથી મન સ્થિર થાય, અનિની ધારણાથી મન અને શરીરને તેમ જ કને દગ્ધ કરવાની કલ્પનાથી મનનું થંભન થાય, પવનની ધારણાથી શરીર અને કર્મની ભમને ઉડાવીને મનને ભાવે, જળની ધારણાથી રહી ગયેલી રજને ધંઈ નાખી મનને સ્થિર કરે અને પછી આત્મા પિતે જ્ઞાનાનંદમય છે અને શરીર અને કર્મ રહિત છે એમ ચિંતવી તેનામાં મનને સ્થિર કરે. આવી રીતે સાલંબન ધ્યાનથી અભ્યાસ દઢ થતું જાય છે અને છેવટે આવવા શિષ્ટ ધ્યેયના આલંબનથી ચેતન શુકલધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. નિરાલંબન ધ્યાન કેવી રીતે થાય છે તે હવે પછી જેવામાં આવશે. અત્ર પિંડસ્થ ચેતનને ધ્યેય કરવાની અભિનવ કપના પર વિચાર કર્યો, હવે તેથી આગળ વધીએ
પદસ્થ થૈયા-આ ધર્મધ્યાનના ભેદમાં જુદાં જુદાં પદ લઈને આત્મારામનું ધ્યાન કરવામાં આવે છે. આલંબન અત્ર પદનું રહે છે. પ્રથમ વર્ણમાતૃકા નામનું પ્રસિદ્ધ પદ છે, તેમાં નાભિ ઉપર કમળની સ્થાપના કરવી, તેની સેળ પાંખડી ચિંતવને પ્રત્યેક પર ૮ થી આ પર્યત સેળ વરની સ્થાપના કરવી અને તે સર્વ ફરતા જાય છે એમ ચિંતવવું. તેની ઉપર હદયમાં વીશ પાંખડી અને કર્ણિકાવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર અને કર્ણિકા પર થઈને