________________
ધ્યાન
* ૨૧૧ :
અશ્મર વરસાદ આવતા હાય, ગરમી જશે પણ ડ્રાય નહિ અને સર્વ દિશા શાંત હાય એ વિચાર જ એક પ્રકારની શાંતિ આપે છે. પાંચમી તત્રભૂ અથવા તત્ત્વરૂપવતી ધારણામાં સાત ધાતુ રહિત, પૂર્ણ ચંદ્ર જેવા નિળ અને સર્વજ્ઞ સમાન પેાતાના આત્માને ચિ'તવે. ત્યાં ધ્યાવે છે કે—પેાતાના ચેતનજી અથવા પાતે યાગસિંહાસન પર આરૂઢ થએલા છે, વ્યિ અતિશયથી વિરાજમાન છે, કલ્યાણમહિમા સહિત છે, દેવ અને દૈત્યથી પૂજિત છે, છેવટે તેનાં સવકર્માં ક્ષય પામી ગયાં છે—આવી રીતે અગગર્ભમાં આત્મસ્વરૂપ ધ્યાવવુ. એ પાંચમી ધારણાનું સ્વરૂપ છે. આવી રીતે પિંડસ્થ ધ્યેયનું સ્વરૂપ ચાગના વિષયમાં નિષ્ણાત થયેલા પુરુષાએ બતાવ્યુ છે. એ ધ્યેયમાં ચેતનજીને કલ્પના પર આધાર રાખી સાલમનરૂપે ચિતવવાના છે અને તેનાથી તેની મહત્તા સમજવા ઉપરાંત ચિત્તની સ્થિરતા એક વસ્તુ પર ધીમે ધીમે થતી જાય છે. યોગસિહાસન પર આરૂઢ થયેલ ચેતનજીનુ' ચિંતવન કરવાનું શ્રીમતૢ આનંદઘનજીએ છત્રીશમા પદ્મમાં બતાવ્યુ' છે તે આ પિ'ડસ્થ ધ્યેયનું સ્વરૂપ સમજવું. ધર્મધ્યાનને અંગે આ પિડસ્થ ધ્યેય બહુ ઉત્તમ પ્રકારનું આલંબન પૂરું પાડે છે. અહીં સાધારણુ રીતે સવાલ થાય કે-આત્મતત્ત્વચિ’તવનમાં આવી રીતે પૃથ્વી આફ્રિ તત્ત્વનું ચિ’તવન કરવાની આવશ્યકતા શા માટે વિચારવામાં આવી હશે, તેા તેના સંબંધમાં કહેવાનું એ કે-શરીર પૃથ્વી આઢિ ધાતુમય છે અને કમથી ઉત્પન્ન થયેલું છે. એના આત્મા સાથે સખધ છે. એ સબધથી આત્મા મલિન રહે છે અને જ્યાંસુધી એનુ સ્વરૂપ આ પ્રાણી વિચારતા નથી ત્યાંસુધી