________________
: ૨૦ :
જૈન દષ્ટિએ યોગ બતાવનાર આનેવી ધારણા થાય છે. એમાં પણ કર્મસમૂહને નાશ કરનાર ચેતનની અતિ વિપુળ આંતરદશા સ્થળ સ્વરૂપે બતાવી જવાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું. ત્રીજી મારુતી ધારણાને વાયવી અથવા શ્વસના એવું પણ નામ આપવામાં આવે છે. એમાં આકાશભાગને પૂરનાર મહાવેગથી ગતિ કરનાર પવનનું ચિંતવન કરે. એમ વિચારે કે પવન દેવની સેનાને ચલાયમાન કરે છે, સ્વર્ગને કંપાવે છે, વાદળાને વિખેરે છે, સમુદ્રને ક્ષેભ કરે છે, વળી તે લેકમાં સંચાર કરે છે, દશે દિશાઓમાં ગમન કરે છે અને પૃથ્વીના તળિયામાં પેસે છે. આવા પ્રબળ વાયુથી રજને ઊડાવી દે છે (કમરજને એમ લાગે છે, અને પછી તે જ પવનને શાંત કરવાને અભ્યાસ પાડી તેને નરમ બનાવી દે છે. આવી રીતે પવનને અંગે કર્મરાજ ઊડાવવાની ધારણા કરવી તે ત્રીજી વાયવી ધારણા છે. એમાં પણ ઉદેશ અને ઉદ્દિશ્ય એક જ છે એ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. જેથી વાસણું ધારણમાં ઇદ્રધનુષ, વિજળી, ગર્જનાદિથી યુક્ત અને વાદળાંઓ સહિત આકાશ ચિંતવે. એ વાદળાંમાંથી અમૃતની પેઠે અથવા મોતીનાં બિંદુઓની ધારા પેઠે વરસાદ ધીમે ધીમે પડે છે એમ વિચારે. તેમાં અર્ધ ચંદ્રાકાર, મનહર અમૃતમય જળને પ્રવાહ આકાશને ભરપૂર કરી દે છે એમ ચિંતવે અને તે આ દિવ્ય ધ્યાનથી થયેલા જળના અચિંત્ય પ્રભાવથી સમસ્ત ભસ્મ ધુએ છે એમ ચિંતવન કરે. જળના પ્રવાહથી કર્મરાજ સાફ થાય છે એ અત્ર વિચાર કરવાને છે, પણ કલ૫ના આકાશ વિગેરેની હોવાથી બહુ આનંદપ્રદ લાગે છે. જેમાસાના દિવસોમાં ઝરમર