________________
: ૩૪ :
જૈન દષ્ટિએ યોગ ચય અને વિચાર અતિ વિશાળ હોવાથી તેઓ એકસરખી રીતે દેવીના નામને સાર્થક કરનારી હોય છે. ત્યાં કઈ પણ દુખી, દીન, લૂલે, અપંગ, વૃદ્ધ કે રેગી જોવામાં જ આવતે નથી. આવા સુરાલયમાં પ્રાણી સ્વયં ઉત્પન્ન થાય છે. અતિ સુંદર અને સુઘટ્ટ શરીર અહીં પ્રાણુને પ્રાપ્ત થાય છે, જન્મથી બે ઘડી પછી નિરંતર યૌવનાવસ્થા રહે છે અને સર્વ ઇદ્રિને પિષે તેવા પદાર્થો અને સુખે તેને અહીં પ્રાપ્ત થાય છે. ત્યાં સુખશય્યામાં ઉત્પન્ન થઈને ઊઠતાં જ તેને યૌવન પ્રાપ્ત થાય છે અને પોતે આ શું દેખે છે? તેના વિચારમાં ક્ષણ વાર તે પડી જાય છે. એને સર્વ વસ્તુ એટલી રમ્ય, સ્લાધ્ય, પ્રિય અને ભવ્ય લાગે છે કે પોતે ઇંદ્રજાળ કે સ્વમ તે જેતે નથી એ વિચાર થાય તેવું થાય છે. ત્યાં તે દેવીએ તેને વધારે છે, પ્રશંસા કરે છે, નમન કરે છે વિગેરે જોઈ પોતે ઉપયોગ મૂકી અવધિજ્ઞાનથી પિતાનું સ્વરૂપ જાણું આનંદ પામે છે. દેવીઓ પણ તેને કહે છે કે-આ અમુક દેવલેક છે, અહીં રમ્ય વિમાનમાં આપને રમણ કરવાનું છે, મહાપુણ્યથી આપને. અહીં જન્મ થયે છે, સુંદર દેવાંગનાઓ આપના આદેશની રાહ જુએ છે, આ આ૫નું વિમાન છે, આ આપને બેસવાનું વાહન છે, આ આપને રથ છે, આ સુખાસન છે વિગેરે વિગેરે કહી જયનાદની ઉદ્ઘેષણ કરે છે. નવીન ઉત્પન્ન થયેલ દેવ તે સાંભળે છે અને પિતે ઉપગ મૂકી સર્વ જુએ છે ત્યારે પોતે કરેલ શુભ કાર્યો, તપશ્ચરણ, પૂજાદિ સહકાર્ય દેખીને મેહના આવેશમાં ત્યાં સ્થિત થાય છે. પછી પિતાનાં શુભ
* આભિગિક દે વાહનનું રૂપ ધારણ કરે છે.