________________
ધ્યાન
ર૩ : ચંદ્રકાન્તની શિલામય હોય છે અને વચ્ચે હીરા, પરવાળા વિગેરે અનેક પ્રવેશતેને દેખાવ હોય છે. વામાં સોનાનાં પગથિયાં હોય છે, સુવર્ણમય કમળથી આચ્છાદિત હોય છે. કીડાવૃક્ષમાં વિશેષ કલ્પવૃક્ષ હોય છે. ત્યાં સર્વત્ર સુંદર ગીત, કિન્નરના અવાજ, યક્ષનાં ગાન અને દેવાંગનાનાં નુપૂરના અવાજથી સર્વત્ર આનંદ જ દેખાય છે. અસંખ્ય જન સુધી એકી વખતે ખબર આપવાની સંકલના મનહર ઘંટનાદ દ્વારા અને હરિëગમેલી દ્વારા કરેલી હોય છે. દેવતાઓ દેવાંગના સાથે મનુષ્યલકની અંદર પુષ્પઅરયમાં, પર્વતના કુંજમાં અને વાડીવનનાં આરામમાં કીડા કરવા આવે છે. દેવાંગનાઓ અને કિન્નરીએ વીણા હાથમાં લઈ જે વખતે ગાન કરે છે તે વખતે અદ્દભુત સ્થળ આનંદ થાય છે. આવી રીતે ત્યાં નિરંતર ઉત્સવ થયા કરે છે. નાટક થયા કરે છે, આનંદ થયા કરે છે અને સ્થળ સુખ તેની પરાકાષ્ઠાએ પહોંચે તેવી રીતે ભેગવાતું પણ અનુભવી શકાય છે. એનાં વિમાનનાં તથા પુષ્કરિણીનાં, પ્રાસાદનાં અને વ્યવસાય, ઉત્પાદ કે અભિષેક વિગેરે શાળાઓનાં, ચૈત્યનાં અને વૃક્ષોનાં વર્ણન વાંચતાં અથવા લખતાં અતિ આનંદ થાય તેમ છે. ત્યાંની દેવાંગનાઓ શૃંગારથી ભરપૂર, લાવણ્યની ભૂમિ, સુંદર શરીર અને હૃદયભાગથી અતિ આકર્ષક, પૂર્ણચંદ્રના જેવા મુખવાળી, વિનીત, સુંદર હાવભાવવિલાસયુકત અને એટલી રમણીય હોય છે કે જાણે લક્ષમી તેનાથી હારીને પવદ્રહમાં રહેતી હોય નહિ! તેઓનાં શરીર સુઘટ્ટ, વસ્ત્ર બરાબર શોભતાં અને બેસતાં, વિવેક વિનયયુક્ત