________________
* ૨૧૨ :
જૈન દષ્ટિએ થાય ચાંચવાળાં ગીધ, તામ્રના મુખવાળા કાગડા અને લેવાના ચરણવાળાં ગજરણ પક્ષીઓ પ્રાણીના મર્મસ્થાનને વીંધી નાખે છે. જુદાં જુદાં પાપ કરનારને કેવી પીડા થાય છે તેનું વર્ણન કરવાથી બહુ લંબાણ થઈ જાય, પરંતુ ટૂંકામાં આ નરકભૂમિમાં પ્રાણીને એવી અસહ્ય પીડા થાય છે કે તેનું વર્ણન સાંભળતાં પણ ત્રાસ ઉત્પન્ન થાય. આવી અસહ્ય વેદનાઓ નીચેની સાતે ભૂમિમાં પ્રાણીઓ બહુ દીર્ઘ કાળ સુધી પોતાના પાપના ઉદયથી ભગવે છે. ત્યાં જેને એવી ભૂખ લાગે છે કે આખા જગતનું સર્વ અનાજ ખાઈ જાય તે પણ શાંતિ થાય નહિ, તૃષા એવી લાગે છે કે ગમે તેટલું પાણી પીએ તે પણ તે તૃપ્ત થતી નથી, છતાં તેઓને જરા પણ આહાર કે પીવાને ટીપું પણ પાણી મળતું નથી. વળી જેમ જેમ નીચેની ભૂમિને તપાસીએ તેમ તેમ ત્યાં યાતના, દુઃખ, આયુષ્ય, ભય વધારે વધારે હોય છે અને સૌથી નીચેની સાતમી ભૂમિમાં તે પરાકાષાને પામે છે. અધે લેકની આવી સ્થિતિ છે.
મધ્ય ભાગ ઝાલર વે છે. ત્યાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ મધ્ય વિભાગના મધ્યમાં મનુષ્યનાં ક્ષેત્ર (અઢીદ્વીપ) છે.
તેના ઉપર ઊર્ધ લોકમાં દેવતાનાં વિમાને દેવગતિ સુખ વિચારણા આવે છે. તેમાં બાર દેવક છે. દેવલોકમાં
રાત્રિ દિવસને ક્રમ હેતે નથી, રત્નની પ્રભાથી સર્વદા પ્રકાશ રહે છે. ત્યાં વરસાદ તાપ કે ઠંડીની ઋતુના ફેરફાર નથી, એકસરખે અને સર્વ પ્રકારે સુખ દેનારે વખત હોય છે. ત્યાં કોઈ પ્રકારને ઉત્પાત, ભય કે સંતાપ હેતે નથી. ત્યાં વિમાનની ભૂમિએ રત્નજડિત હોય છે,