________________
: ૨૦૮ :
જૈન દષ્ટિએ યોગ ધ્યાન પર સ્થિત થતાં પ્રાણી વિચાર કરે છે કે-આકાશમાં આ લેક આવી રહેલ છે. શ્રીમત્ સર્વજ્ઞ મહારાજે તેનું સ્વરૂપ બતાવ્યું છે તે પ્રમાણે આ લેકમાં રહેલી ચેતન અને અચેતન વરતુઓ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ પિતાના નિયમ પ્રમાણે પામ્યા કરે છે, તેને કઈ કરનાર છે નહિ અને હજી પણ શકે નહિ તેથી તે લેક અનાદિસિદ્ધ છે. ઊર્વ લેક, તિર્યંગ લેક અને અધ લેક એવા ત્રણ વિભાગવાળા આ લેકને સુરાસુરનરને આધાર કહેવામાં આવે છે. ઘને દધિ, ઘનવાત અને તનુ વાત એ ત્રણ અપેકને ધારણ કરી રાખે છે અને એ સર્વ આકાશ ઉપર રહે છે. એ લેક નીચે ત્રાસનખુરશી)ના આકારવાળે છે, વચ્ચે ઝલ્લરી જેવા આકારને છે અને ઉપર મૃદંગને આકાર ધારણ કરે છે. (લેકનાલિકાનું ચિત્ર ઘણી જગ્યાએ ચિતરેલ હોય છે તે જોવાથી આ આકાર સ્પષ્ટ થશે.) એની ઊંચાઈ નીચેથી મધ્ય લેક સુધી સાત રાજની છે અને મધ્યથી ઊંચે સુધી સાત રાજની છે. પહોળાઈ નીચે સાત રાજની છે, વરચે ઘટીને એક રાજની થઈ જાય છે અને ઉપરના ભાગમાં વચ્ચે પાંચ રાજની થઈ આખરે ઉપર જતાં એક રાજની થઈ જાય છે. (એક રાજનું પ્રમાણ અસંખ્યાતા યોજન સમજવું.) આમાં નીચેના સાત રાજમાં અતિ ભયંકર નારકીએને વાસ છે અને તેની સાત ભૂમિઓ છે. સર્વથી નીચેની ભૂમિ અતિ ભયંકર, તેની ઉપરની જરા સારી, એમ ઉત્તરત્તર ભૂમિઓ હોય છે. કેટલાંક નારકીનાં ક્ષેત્ર અતિ ઉષ્ણ હોય છે અને કેટલાંક તદ્દન શીત હોય છે. તેની ગરમી તથા ઠંડી એવી હોય છે કે તેની પાસે આફ્રિકાના સહારાના રણની ગરમી