________________
: ૨૦૪ :
જૈન દૃષ્ટિએ ચેાઞ
અગ્નિ, કુરૂપ અંગ, કાંટા, ક્ષાર ઈત્યાદિ અનિષ્ટ વસ્તુઓના સંચાગ પ્રાપ્ત થતાં પ્રાણી દુઃખના અનુભવ કરે છે. સુખદુઃખની પ્રાણીની માન્યતા સત્ય છે કે નહિ તે પર વિવેચન કરવાના અત્ર પ્રસંગ નથી, પણ તેના શરીરને તથા મનને જે અનુકૂળ લાગે તે પ્રાપ્ત કરે છે ત્યારે તેની માન્યતા પ્રમાણે તે સુખ અનુભવે છે અને ઊલટી રીતે તેને પ્રતિકૂળ લાગતા પદાર્થની પ્રાપ્તિ થાય છે ત્યારે દુ:ખ અનુભવે છે; તેવી રીતે રમણીય ક્ષેત્ર પ્રાપ્ત થાય, સર્વ ઋતુમાં આનંદ આપે એવી ભૂમિની પ્રાપ્તિ થાય અને જે ક્ષેત્રમાં કામભોગનાં સાધના વિશેષ મળે તેવુ' ક્ષેત્ર પ્રાપ્ત થાય ત્યારે પ્રાણી સુખ મેળવે છે અથવા સુખ મળ્યું છે તેમ માને છે અને તેથી ઊલટી રીતે અતિ ભયંકર, ભય ક્લેશને આપનાર, અધમ ક્ષેત્રને પ્રાસ કરીને પ્રાણી દુ:ખી થયા એમ માને છે, જેટલા વખતમાં દુઃખના સંપર્ક થતા નથી, ઉત્પાતા નાશ થાય છે, પવન વરસાદનું તાક઼ાન હાતુ' નથી અને વિશેષ ગરમી કે ઠં'ડી હાતી નથી તેવી ઋતુ પ્રાપ્ત કરીને પ્રાણી સુખને અનુભવે છે અને જ્યારે તેથી ઊલટી રીતે અનેક પ્રકારના ઉત્પાત થાય, દુઃખ થાય, સખ્ત વરસાદ પડે, સખ્ત ગરમી પડે, અતિશય ઠંડી પડે, પાણીની રેલ આવે, અથવા વરસાદ ખીલકુલ ન આવે ત્યારે પ્રાણી દુઃખના અનુભવ કરે છે. પ્રથમ ભાવમાં પ્રાણી વતા હાય છે ત્યારે તેને બહુ સુખ લાગે છે અને કર્માંજનિત કાઈ પણ ભાવમાં વર્તતા હાય છે ત્યારે તેને દુઃખના અનુભવ થાય છે. આવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કવિપાકને વિચાર કરતાં કરતાં પ્રાણી વિચારે છે કે ક્રમની આઠ મુખ્ય પ્રકૃતિ છે અને તેના ઉત્તરભેદ્ય અનેક છે, તે સર્વ પ્રાણીને