________________
ધ્યાન
: ૨૦૭૪ ચિંતવન કરતાં રાગ, દ્વેષ, કષાય, વેદ, મેહમાંથી કઈ પણ એક ભાવનું ચિંતવન કરે અને એક ભાવને સંપૂર્ણ વિચાર કરે ત્યારે તેની સાથે સર્વ ભાવનું લક્ષણ બહુ અશે સમજાઈ જાય छ. एको भावस्तरवतो येन बुद्धः सर्वे भावास्तवतस्तेन बुद्धाः । એટલે એક ભાવ બરાબર તત્વથી જેણે જા તેણે સર્વ ભાવે તત્વથી જાણી લીધા એમ સમજવું. બાહા વસ્તુ સાથે જેમ બને તેમ મારે સંબંધ એ કરવું જોઈએ, કારણ કે તેની સાથે ગાઢ સંબંધ હોય ત્યાં સુધી તેટલા પૂરત વ સાથે સંબંધ થત નથી અથવા ઓછો થાય છે. આવી રીતે અનેક પ્રકારના અપાયને ચિંતવતે અને તેના નિવારણની જરૂરીઆત વિચારતે ચેતન આ દ્વિતીય ધર્મધ્યાનની ભાવના કરે છે. કર્મને અપાય અને આત્મસિદ્ધિને ઉપાય ચિંતવ એ આ ધ્યાનનું ખાસ લક્ષણ છે. - વિપાકવિય ધર્મધ્યાન-કર્મના વિચિત્ર ફળનું ચિંતવન કરવું અને પ્રતિક્ષણ તે કેવી રીતે ઉદયમાં આવે છે તેને વિચાર કરો એ કર્મફળ ચિંતવનરૂપ ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર રૂપે અથવા ચારને પ્રાપ્ત કરીને કમેં પોતાનું ફળ પ્રાણુને બતાવે છે. એ ચારને કેવી રીતે પ્રાપ્ત કરીને શુભ અશુભ કર્મનું અથવા પુણ્ય પાપનું ફળ બતાવે છે તેને જરા વિસ્તાર જોઈએ. પુષ્પમાળા, સુંદર શમ્યા, આસન, વાહન, વસ્ત્ર, સ્ત્રી, વાજિંત્ર, મિત્ર, કર, અગરુ, ચંદન, સેન્ટ, લવન્ડર, અત્તર, વજા, હાથી, ઘોડા અને આહાર કરવાના સુંદર ખાદ્ય અને પીવાના સુંદર પેય પદાર્થો મેળવીને પ્રાણ પિતાની માન્યતા પ્રમાણે સુખને અનુભવ કરે છે, ઊલટી, રીતે તરવાર, બંદૂક, તપ, બ, સર્પ, હસ્તી, સિંહ, વાઘ,