________________
કે ર૦૨ ઃ
જૈન દષ્ટિએ અપાયવિચય ધર્મધ્યાન-રાગદ્વેષ અને વિષયકવાય પ્રાણીને અપાય(પીડા) કરનાર છે તેના સંબંધી વિચાર કરે એ સર્વને ધર્મધ્યાનના આ બીજા વિભાગમાં સમાવેશ થાય છે. અહીં પ્રાણ ચિંતવન કરે છે કે સર્વજ્ઞકથિત માર્ગની પ્રાપ્તિ ન થવાથી અનેક પ્રાણીઓ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે અથવા ભવાટવીમાં ભટક્યા કરે છે અને ત્યાં અનેક પ્રકારનાં દુખે પ્રાપ્ત કરે છે, ફરે છે, રખડે છે, હેરાન થાય છે, દુઃખી થાય છે, કષ્ટ પામે છે, દુઃખ પામે છે અને અનેક પ્રકારની ઉપાધિઓને તાબે થાય છે, મારા મહાપુણ્યના ઉદયથી સંસારઅરણ્યના છેડાનું મને દર્શન થયું છે અને તે છેડે તે સમ્યમ્ જ્ઞાનસમુદ્રને કાંઠે છે. હવે જે આ વિવેકજ્ઞાનરૂપ પર્વતના શિખર ઉપરથી મારે પાત થાય તે જરૂર ભવાટવી. રૂપ ખાઈમાં પડીને મારે નાશ થયા વગર રહે નહિ. અહે! અનંત કાળથી પ્રાપ્ત કરેલ આ કર્મને મારે કેવી રીતે જીતી લેવાં? તેઓ પર સામ્રાજ્ય કેમ પ્રાપ્ત કરવું? એક બાજુએ આખું કમનું લશ્કર છે અને એક તરફ હું એકલે છું, તેથી આ સમરાંગણમાં મારે બહુ અપ્રમત્ત રહેવું જોઈએ, નહિ તે દુશ્મને કઈ પણ બાજુથી ઘેરે ઘાલી દે અને મને હતપ્રહત કરી નાખે. હું પોતે અનંત જ્ઞાનયુક્ત સિદ્ધ પરમાત્મા છું, પણ કર્મપંકથી ખરડાઈ સંસારસાગરમાં રખડ્યા કરું છું. પ્રબળ ધ્યાનઅગ્નિવડે આત્મસુવર્ણને શોધીને કર્મસંઘાતરૂપ માટી તેના પરથી જ્યારે કાઢી નાખ્યું અને તેમ કરવા માટે કેવાં કેવાં સાધનની ચેજના કરું? સંસારમાં જ્યારે અનેક અપાય છે ત્યારે મેક્ષમાં અનેક સુખે છે અને ઉપાધિનું નામ નથી. આવી રીતે અપાયનું