________________
ધ્યાન
* ૨૦૧ :
નિર્દેશ કરેલા વસ્તુવરૂપના ‘નિશ્ચય અહીં કરવામાં આવે છે. પ્રમાણુ, નય અને નિક્ષેપના જ્ઞાનમાં રહેલ અપૂર્વ રહસ્ય અને તેનાથી સિદ્ધ થતાં તત્ત્વ તેમ જ વસ્તુઓની સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ એ સર્વનું અહીં ચિંતવન થાય છે. આવા અગત્યના વિષયમાં હેતુના જ્ઞાનપૂવ ક તર્કથી રહસ્યનુ ચિ'તવન કરવામાં આવે છે ત્યારે મનમાં પરમ શાંતિ થાય છે, વસ્તુધર્માનું જ્ઞાન સ્પષ્ટ ભાન સાથે થાય છે અને તેમાં રહેલા એકસરખા ક્રમ અને તેના ગુણુપર્યાં મહુ સૂક્ષ્મ હાવા સાથે વિચારતાં મનને એકાગ્ર કરી દે છે. દ્રષ્યશ્રુતમાં શબ્દજ્ઞાન થાય છે જ્યારે ભાવશ્રુતમાં વાસ્તવિક જ્ઞાન થાય છે. અજ્ઞાનનેા ઉચ્છેદ કરનાર, અનેક દૃષ્ટિબિંદુથી દર્શિત, વિચિત્ર
અર્થ ઘટનાયુક્ત, અપાર, અતિ ગંભીર શ્રુતસમુદ્ર મહુ આનંદ આપનાર હાવાથી એ આ ધ્યાનના વિષય થાય છે. કથાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયોગ એ ચાર પ્રકારના શ્રુતજ્ઞાનના અત્ર વિચાર થાય છે. વસ્તુના સન્તિક્રમ ( તેના સ્થિતિ, ઉત્પત્તિ અને નાશનુ સ્વરૂપ), તેની સાદિ, અનાદિ, સાહિશ્મન'ત, અનાદિશ્મન'ત વિગેરે વ્યવસ્થા તેમ જ નયનિક્ષેપનું જ્ઞાન કસાટી જેવુ` છે અને એના સ્યાદ્વાદનુ રહસ્ય અહુ વિચારતુ. ક્ષેત્ર પૂરું' પાડે છે. સજ્ઞની આજ્ઞાને આગળ કરીને આવા આવા અનેક ભાવાનું ચિંતવન કરવું અને અતીદ્રિય વિષયમાં સત્ય સ્વરૂપ સમજવા માટે વીતરાગની આસતા વિચારવી, એના સમાવેશ આ આજ્ઞાવિચય ધમ ધ્યાનમાં થાય છે. સાધુ, શ્રાવક, સમતિષ્ટિ વિગેરેને માટે પરમાત્માએ ગુ' શું આજ્ઞા કરેલી છે તે પણ અહીં વિચારવાની છે.