________________
ધ્યાન
૧ ૨૦૫ : સંસારમાં રખડાવે છે, ફસાવે છે, મજબૂત બંધને બાંધીને ચાર ગતિમાં ફેરવે છે. બુદ્ધિશક્તિ અને જ્ઞાનસૂર્યને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મ અતિ પ્રબળપણે જ્ઞાનગુણ ઉપર આચ્છાદના લાવે છે અને પ્રાણને વસ્તુરવારૂપને બંધ થવા દેતું નથી. નવ પ્રકારની દર્શનાવરણય કર્મોની પ્રકૃતિ પ્રાણને ઈષ્ટ પદાર્થોનું દર્શન થવા દેતી નથી, તેને સંસારમાં રખડાવ્યા કરે છે. જ્ઞાનાવરણીયથી જાણવું બંધ થાય છે અને દર્શનાવરણીયથી દેખવું બંધ થાય છે તેમજ બીજા નિદ્રા વિગેરેથી પ્રાણીને એવા પ્રમાદમાં નાખી દે છે કે તે આંખ ઉઘાડીને જુએ એટલે અવકાશ પણ રહેતું નથી. શાતા વેદનીય કર્મના ઉદયથી પ્રાણ સુખને અનુભવ કરે છે અને અશાતા વેદનીયના ઉદયથી દુઃખને અનુભવ કરે છે. દેવ તથા મનુષ્યાદિ ગતિમાં શાતાદનીયના ઉદયથી બહુ પ્રકારનાં સુખ અનુભવે છે, જો કે તે સુખ તરવારની ધાર પર રહેલા મધુબિંદુનું આસ્વાદન કરવા જેવાં છે, કારણ કે તેથી પરિણામે દુઃખ થાય છે અને અશાતાવેદનીયના ઉદયથી તિર્યંચ તથા નારક ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવે છે. દેવ તથા મનુષ્ય ગતિમાં પણ અશાતાને ઉદય થાય છે તે અશાતા વેદનીય કર્મ સમજવું. ચતુર્થ મોહનીય કર્મને અંગે ચેતન વિચારે છે કેદર્શનમોહના ઉદયથી શુદ્ધ દષ્ટિને લેપ થાય છે અને તેમ થવાથી પ્રાણ સને અસદુ તેમજ અસદુને સદ્ માનતે તથા બનેને સરખા માનતે કે નહિ માનતે સંસારસમુદ્રમાં ડૂબતે જાય છે, સમકિત-શુદ્ધ શ્રદ્ધાન પામતું નથી અને ચારિત્રમેહનીયના ઉદયથી રવને સાક્ષાત્કાર કરી શુદ્ધ ચારિત્રમાં રમણતા કરી શકતું નથી. સંયમ પ્રાપ્ત કરીને પણ વારંવાર પ્રમાદ થયા કરે,