________________
પ્રત્યાહાર
* ૧૭૭૪ ઉપરથી જણાશે કે પ્રાણાયામને માટે મુખ્ય વૃત્તિએ તે તેની આવશ્યક્તા સ્વીકારવામાં આવતી નથી અને જ્યાં આવે છે ત્યાં પણ સાધનવૃત્તિ તરીકે અને આડકતરી રીતે વ્યક્તિ પર તેને ઉપગ ગણવામાં આવે છે અને તેમાં પણ તેને પૌગલિક હેતુ કે આશય ન હૈ જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રાણાયામના વિષય પર બહુ લંબાણ પ્રકરણ લખે છે, પણ શરૂઆતમાં જ કહે છે કેમુક્તિના સાધન તરીકે તે ધ્યાનમાં ઉપયોગી નથી. આ ઉપરાંત પરપુર પ્રવેશ વિગેરેને તેઓ આદરથી ઉપયોગી ગણતા નથી, પરંતુ આટલું છતાં બહુ વિસ્તારથી નાડી જ્ઞાન વિગેરે વિષયે પર વિવેચન આપ્યું છે તે મારા માનવા પ્રમાણે વિષયને સંપૂર્ણ ચર્ચવા અને તે સંબંધી જેને જ્ઞાત છે એમ જણવવા અને કેટલાક મધ્યમાધિકારીનું તે દ્વારા પણું શુદ્ધ માર્ગ તરફ ખેંચાણ કરવા માટે હોવું જોઈએ. પ્રાણાયામ કરવાની ઈછાવાળાએ ખાસ તેના અનુભવી ગુરુની જોગવાઈ જેવી. એ વિષય ચેપડીઓ વાંચવાથી કદાચ સમજી શકાય પણ પ્રક્રિયામાં તે મૂકી શકાય તે નથી જ એ ખાસ ધ્યાનમાં રાખવું.
૫, પ્રત્યાહાર ગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. પ્રાણાયામનું સવરૂપ બતાવતાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રાણાયામથી કદર્થના થાય છે તે ચિત્તની સ્થિરતા થતી નથી અને તેવા પ્રકારને પ્રાણાયામ ઉપગી પણ નથી. આટલા ઉપરથી ઉપાધ્યાયજી સ્પષ્ટ કહે છે કે–બાહ્ય ભાવનું રેચન કરી અંતભાવનું
૧ર
.