________________
: ૧૭e :
જેન દૃષ્ટિએ વેગ તેને સ્થાપવે તે કુંભક કહેવાય છે અને આકર્ષણ કરવાના કાર્યને પૂરક કહેવાય છે. પ્રાણાયામના આ ત્રણ પ્રકાર સુપ્રસિદ્ધ છે. નાભિઆદિ સ્થાનમાંથી વાયુને હદયમાં ખેંચે તે પ્રત્યાહાર, તાલુ, નાસિકા અને મુખથી વાયુનો રોધ કરે તે શાંત, બહારના પવનને ઊંચે ચઢાવી હદયમાં ધારણ કરી રાખ તે ઉત્તર અને તેથી ઉલટી રીતે તેને નીચે લાવે તે અધર પ્રાણાયામ, એ ઉપરાંત જ્ઞાનાર્ણવમાં પરમેશ્વર નામને પ્રાણાયામ બતાવે છે, તેનું લક્ષણ બતાવતાં કહે છે કે-નાભિકમળમાંથી નીકળતે વાયુ હદયકમળમાં થઈને બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય તે અતિ ઉત્કૃષ્ટ પરમેશ્વર પ્રાણાયામ જાણ. પાંચ પ્રકારના પ્રાણવાયુનાં જે સ્થાને ઉપર બતાવ્યાં છે તે તે સ્થાનકેથી તેનું આકર્ષણ કરીને નાભિ સુધી લઈ આવવાને વિધિ અને તેના ગમાગમનાં દ્વારા
ગથમાં બહુ સૂક્ષ્મ રીતે બતાવ્યાં છે. ઉપર બતાવેલા રેચક, કુંભક અને પૂરકથી આ પ્રયોગ સારી રીતે થઈ શકે છે. પ્રાણવાયુના ભયથી જઠરાગ્નિનું પ્રાબલ્ય થાય છે, શ્વાસ દીધું થાય છે અને શરીરની લઘુતા થાય છે. સમાન અને અપાન વાયુના ભયથી ગુમડા તથા ઘાનું રૂઝાઈ જવું થાય છે, પાચક અગ્નિ પ્રદીપ્ત થાય છે, ચરબી અલ્પ થાય છે અને વ્યાધિને નાશ થાય છે. ઉદાનના જયથી જળ તથા કાદવની પીડા નાશ પામે છે. વ્યાનના જયથી કાંતિ પ્રબળ થાય છે અને શરીર નિરોગી થાય છે. શરીરમાં અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે તેને નાશ વિધિપૂર્વક પવનને જ્ય કરવાથી અભ્યાસવર્ડ થઈ શકે છે. પવનના ચાર પ્રકારનાં મંડળ થાય છે. પૃથ્વી, અમ્, તેજ, વાયુ. આ ચાર મંડળમાંથી કયા મંડળમાં પવન વર્તે છે