________________
પ્રાણાયામ
: ૧૬૯ઃ છેવાની જરૂરીઆત માનવામાં આવી છે. અવિક્ષિપ્ત મનને આત્મસ્વરૂપ સન્મુખ કરવાનાં સાધનો પૈકી જે જે સાધન ઉપયોગી જણાય તેને સાધન તરીકે જરૂર ઉપયોગ કરે એટલી વાત અત્ર બતાવવી આવશ્યક છે અને જૈન ગકારોએ આસન અને સ્થાનની ઉપગિતા એટલા પૂરતી સ્વીકારી છે.
૪. પ્રાણાયામ યોગના આ ચેથા અંગ પર યોગથમાં બહુ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રાણ પાંચ પ્રકારના છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ, હદય, નાભિ અને પગના અંગૂઠામાં રહે છે અને લીલા વર્ણને હોય છે. અપાન વાયુ કાળા રંગને હઈ ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં અને પગના પછવાડેના ભાગમાં રહે છે. સમાન વાયુ સફેત રંગને હાઈ સંધિસ્થાનમાં રહે છે. રકત વર્ણને ઉદાન વાયુ હૃદય, કંઠ, તાળું અને કપાળના મધ્યભાગમાં રહે છે. ઇંદ્રધનુષ્યના વર્ણવાળો ગ્યાન વાયુ ચામડીમાં સર્વત્ર રહે છે. આ વાયુનાં લક્ષણ જાણી તેઓ પર વિજય મેળવો એને પ્રાણાયામ કહે છે. શ્વાસની ગતિને છેદ કરે એનું તારા પ્રાણાયામ કહેવાય છે અને તે રેચક, પૂરક અને કુંભક
એ ત્રણ પ્રકાર છે. કેટલાક આચાર્ય પ્રાણાયામના પ્રકાર પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એ
ચાર પ્રકાર ઉપરના ત્રણ પ્રકાર સાથે મેળવી સાત પ્રકારના પ્રાણાયામ બતાવે છે. નાભિમાંથી બહુ ચત્નપૂર્વક ધીમેથી વાયુને બહાર કાઢવે તેનું નામ રેચક કહેવાય છે, બહારથી આકૃષ્ટ કરેલા વાયુને નાભિમાં સારી રીતે ભરીને ત્યાં