________________
: ૧૬૮ :
જૈન દષ્ટિએ વેગ અવરજવર ન હય, જ્યાં ચિત્તની પ્રસન્નતા રહેતી હોય, એવું સ્થાન પસંદ કરવું. તીર્થકર ભગવંત તથા કેવળી અને ભાવિ તાત્મા મુનિ મહારાજાએ નિર્વાણભૂમિ માટે તીર્થસ્થાનાદિ પસંદ કરે છે તથા ગદહાસન, ઉત્કટિકાસન વિગેરે ધારણ કરે છે તે પણ વેગના આ અંગને પુષ્ટિકારક હકીકત છે. આસન સિદ્ધ કરેલ માણસ ધર્મક્રિયામાં શરીરની નિશ્ચળતા જાળવી શકે છે અને સામાયિક, પિસહાદિકમાં સ્થિર આસને બેસી શકે છે. આસન સિદ્ધ કરવાથી શારીરિક ચપળતાને અવશ્ય રોધ થાય છે, એટલા માટે એની આવશ્યકતા છે. વ્યાખ્યાનાદિ અવસરે, પ્રતિકમણાદિકમાં મુનિ સ્થિર આસન લાંબા વખત સુધી જાળવી શકે છે તે યુગનું એક અંગ છે ને તેને આમાં સમાવેશ થાય છે. એક પુસ્તકમાં હગને અંગે ચોરાશી આસને બતાવ્યાં છે, તેનાં ચિત્ર પણ આપ્યાં છે અને તે છપાયાં પણ છે. આ આસનેમાં શરીરને કષ્ટ આપવાનો હેતુ છે. મનને મજબૂત કરવાની વિશેષ જરૂર હોવાથી હઠાગ ઉપર જેન યોગીઓ વિશેષ ધ્યાન આપતા નથી અને તેની આવશ્યકતા એટલી બધી હોય એમ લાગતું પણ નથી. છતાં અમુક આસને બેઠા પછી અને ધ્યાનધારાએ આગળ ચાલવા માંડ્યા પછી કદાચ ઉપસર્ગ–પરિષહ થાય તે પણ ધ્યાનષ્ટ ન થવાય તેટલા પૂરતું શરીરનું વૈર્ય પણ ધ્યાનકાળે આવશ્યક છે, એ સંબંધમાં બે મત નથી. લક્ષ્યમાં રાખવાની બાબત એ છે કે-આસન અને સ્થાન એ સાધન છે, એને સાધ્ય માની લેવાની અથવા તેને સિદ્ધ કરવામાં પરિપૂર્ણતા માની લેવાની કદિ પણ ભૂલ થવી ન જોઈએ. કેટલીક વાર આવી ભૂલ થતી જોવામાં આવે છે તેથી આ બાબત ઉપર ખાસ લક્ષય