________________
યમ
: ૧૪૯ : પિતાની કરવા મનસૂબે કર એ પરિગ્રહ છે. અમુક વસ્તુ પાસે હેવી તેને પરિગ્રહ કહેવામાં આવતું નથી પણ તેના ઉપર મૂરછ કરવી અથવા વિહિત રીતિ કરતાં વધારે ધમપકરણ રાખવાં તેનું નામ પરિગ્રહ છે. મૂરછથી અસંતોષ ઉત્પન્ન થાય છે અને અસંતેષથી અનેક કુકૃત્ય અને કુચિંતવને થાય છે. સંતેષથી જે માનસિક સુખ થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. સંતેષને ગાચા કામધેનું અથવા કલ્પવૃક્ષ સાથે સરખાવે છે તેનું કારણ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. સંતોષથી જ્યાં ઈચ્છા ઉપર જ અંકુશ આવી જાય ત્યાં પછી કલ્પવૃક્ષ પણ તેને નકામાં છે. મનુષ્યને કર્મને ભાર કરાવનાર અનેક આરંભે છે અને તે આરંભે કરવાનું કારણ મૂરછી છે. મૂરછને લીધે તેવા આર કરવાની વૃત્તિ થાય છે. આથી આ અતિ ઉત્પાત કરાવનાર તૃષ્ણને ત્યાગ કરે ઉચિત છે. ધનની ઈચ્છાથી પ્રાણી કેવાં કેવાં અયોગ્ય વર્તન કરે છે તે અનુભવ ને વિષય છે અને જરા અવેલેકન કરનાર પણ તે સારી રીતે જોઈ શકે તેમ છે. આ પ્રમાણે સ્થિતિ હોવાથી સંતોષ રાખવે એ ખાસ કર્તવ્ય તરીકે પ્રાપ્ત થાય છે. મનોરથ ભટની ખાણ એટલી ઊંડી છે કે તે કદિ પુરાતી જ નથી, તેને પૂર વાને ઉપાય કરે એમાં મૂઢતા છે, સંતેષ રાખી પ્રાપ્ત થયેલ સંપત્તિમાં રાજી રહેવું એ જ શ્રેષ્ઠ વાત છે.
આ પાંચ યમોને સામાન્યથી તેમ જ દેશથી ત્યાગ અત્ર બતાવ્યું છે. જ્યારે તેને સર્વથા ત્યાગ થઈ શકે છે ત્યારે તેમાં બહુ જ આનંદ આવે છે. મનથી પણ હિંસાને ત્યાગ થાય, કેઈ પણ પ્રકારનું અસત્ય વચન કે ભળતું સંદિગ્ધ