________________
* ૧ve +
જૈન દષ્ટિએ વેગ વચન પણ ન બોલાય, ગુરુની રજા વગર, આસપુરુષના આદેશ વગર અને તે જવની રજા વગર અદત્ત જીવ કે વસ્તુને સ્વીકાર ન થાય, સ્વસ્ત્ર ઉપર પણ ભગિની બુદ્ધિ થાય અને પ્રાસ ધનને પણ સર્વથા ત્યાગ થાય એવી રીતે જુદી જુદી. રીતે પાંચે યમને સર્વથા સ્વીકાર થાય ત્યારે ગભૂમિકામાં અધિક પ્રગતિ થતી જાય છે અને માર્ગ બહુ સરળ થતું જણાય છે. આ પ્રત્યેક યમના પાંચ પાંચ અતિચારો દેશત્યાગને અંગે બતાવ્યા છે અને સર્વથી ત્યાગરૂપ દરેક યમ પર પાંચ પાંચ ભાવનાઓ છે. પ્રથમની હકીક્ત અતિ સુંદર રીતે અર્થદીપિકા નામની શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર પરની ટીકામાં બહુ વિવેચન સાથે બતાવી છે અને બીજી હકીક્ત ઉક્ત યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં બતાવી છે. અહીં વિસ્તારભયથી તે પર ઉલ્લેખ કર્યો નથી. જિજ્ઞાસુએ બરાબર અભ્યાસ કરી આ વિષય સમજવા યોગ્ય છે. આ પાંચ યમનું અત્ર વર્ણન કર્યું છે તે દેશથી આદર કરેલા હોય છે ત્યારે શ્રાવકનાં દ્વાદશ પૈકી પ્રથમનાં પાંચ અણુવ્રત બને છે અને સર્વથી આદરેલા હોય છે ત્યારે સાધુનાં પાંચ મહાવ્રત બને છે. સિદ્ધિસાધના માટે શ્રાદ્ધ અને યતિ એ બને માર્ગ ઉપયોગી છે. એકમાં ઉન્નતિ સવિશેષ છે અને વિશેષ પ્રગતિને યોગ્ય સાધનની પ્રાપ્તિ માટે અવકાશ છે, બીજામાં પ્રગતિ અલ્પ અને ધીમી છેપરંતુ ગસાધના માટે અને નિર્વાણ પ્રાપ્તિ માટે અને માર્ગ બહુ ઉપયોગી હોવાથી બંને પર લય આપવાની જરૂર છે.
૨, નિયમ ઈચ્છા ઉપર અંકુશ લાવવા માટે અનેક પ્રકારના નિયમ