________________
: ૧૪૮:
જૈન દષ્ટિએ યોગ વિષયાભિલાષી પ્રાણીઓની સ્ત્રીઓ તરફની ચેષ્ટા, વાતચીત તથા વર્તન જોઈ તેઓના મન્મત્ત પણ ઉપર મનમાં હાસ્ય આવ્યા વગર રહેતું નથી. મહારાજાના પ્રબળ દ્ધા કામદેવ પર વિજય મેળવવાની ખાસ જરૂર છે, કારણ કે સર્વ કર્મમાં મેહનીય કર્મ વિશેષ બળવાન છે અને સંસારચક્રમાં ફસાવનાર અને રખડાવનાર પણ તે જ છે. વિષયભેગ વખતે સ્ત્રીસંગથી અનેક
છોને નાશ થાય છે તેથી પ્રથમ યમની અપેક્ષાએ પણ આ યમ ગ્રહણ કરવા એગ્ય છે. વળી મૈિથુનસેવનથી જેનાં નામે પણ આવા ગ્રંથમાં આપવાં ઉચિત ન ગણાય એવા અનેક
ગે થાય છે અને રાત્રિએ ઊંઘમાં પણ શાંતિ મળતી નથી. આ ઉપરાંત પરસ્ત્રીગમનથી મેટું વૈર તેના પતિ સાથે થવાને અને પ્રાણાંત કષ્ટ થવાને પણ સંભવ રહે છે. સ્ત્રી શરીરમાં શું ભર્યું છે તેને વિચાર કરવાથી વિષયગ ઉપર એકદમ વૈરાગ્ય આવે તેમ છે. વિષયેચ્છાથી અથવા વિષયસેવનથી અનેક વ્યાધિએ થાય છે અને તેની શરૂઆતમાં સહજ સ્થળ સુખ લાગે છે, પણ પછી તેમાં કાંઈ સુખ જેવું રહેતું નથી અને પરિણામે મહાદુઃખ ઉત્પન્ન થાય છે તેમ જ તેના ત્યાગથી શરીરનું લાવણ્ય, સૌંદર્ય અને સંપત્તિ જળવાઈ રહે છે ને વિશેષે પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પાળવાથી ભેગમાં બહુ જલદી પ્રગતિ થાય છે એ સુપ્રસિદ્ધ હકીકત છે. આ અગત્યના યમ પર ખાસ વિચાર કરવા ગ્ય છે.
અકિંચનત્વ-પાંચમા નિષ્પરિગ્રહતાપ યમમાં મૂછને ત્યાગ કરવાનો માર્ગ બતાવ્યું છે. ધન, ધાન્ય, પશુ આદિ કઈ પણ વસ્તુઓ ઉપર મૂરછ કરવી, અત્યંત ઈચ્છાથી તેને