________________
: ૧૩૪ :
- જૈન દષ્ટિએ પણ અને ઉપકારને અનુરૂપ તેઓને માન આપવું અને તેઓના તરફ વિનીતભાવ રાખે. દેવપૂજન દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે બને છે. વિશિષ્ટ વરતુઉપચારથી તેઓની પૂજા કરવી તે દ્રવ્ય પૂજન કહેવાય છે અને ભાવપૂર્વક મનમાં તેઓને સ્થાન આપવું તે ભાવપૂજન કહેવાય છે. પોતાની સારામાં સારી વસ્તુ તેઓને અર્પણ કરવી અને બની શકે તેટલી તેમની ભકિત કરવી એ દેવપૂજનમાં આવે છે. ધનને તીર્થાદિક શુભ સ્થાનમાં વ્યય કરે, દેવા માટે સુંદર મંદિર કરાવવાં, બિંબસ્થાપના કરવી વિગેરે અનેક રીતે દેવપૂજન થાય છે. જો અમુક દેવમાં દેવના ગુણ છે કે નહિ એને નિર્ણય ન થઈ શકે છે તે પ્રશસ્ત આશયવાળા ગૃહસ્થ સર્વે દેવની પૂજા કરવી. સત્ય દેવની પરીક્ષા વિના અમુક એક જ દેવને નમસ્કાર કરવાની આગ્રહબુદ્ધિ કરતાં આવી ઓઘ દૃષ્ટિથી સર્વ દેવોને નમસ્કાર કરવા તે અપેક્ષાએ સારું છે. એને માટે શાસ્ત્રકાર ચારિસંછવિની ચાર ન્યાય બતાવે છે. બળદરૂપ થયેલ પતિને વિદ્યાધરના આદેશથી અમુક વૃક્ષ નીચેની સર્વ વનસ્પતિને આહાર કરાવવાથી પણ છેવટે તેનું મનુષ્યરૂપ કરનાર નવ વધૂની પેઠે જે એક દેવના દેવત્વ માટે નિર્ણય થયે ન હોય તે સર્વ દેવને નમસ્કાર કરે એ માટે અત્રે આ ન્યાય છે. એથી ઓઘ દૃષ્ટિમાં લાભ થાય છે, કારણ કે માર્ગદશીપણું તેથી પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી વિશેષ ધ થતાં વિશેષ દેવત્વને નિર્ણય થાય છે એટલે તેને સ્વીકાર કરી શકાય છે, પણ જે હઠ, કદાગ્રહ કે અજ્ઞાનથી અમુક દેવને આદરેલ હોય તે મર્કટમુષ્ટિની પેઠે તેને ત્યાગ થઈ શક્તા નથી. આવી રીતે દેવપૂજન કરવું તે ગપ્રાપ્તિને એક ઉપાય છે. તેવી જ