________________
યોગપ્રાપ્તિના ઉપાય જ
: ૧૩૫ ? રીતે વૃદ્ધ પુરુષોની સેવા કરવી તે પણ માર્ગદર્શકપણું પ્રાપ્ત કરવામાં અતિ ઉપયોગી હેવાથી બહુ લાભ કરનાર છે. ગુણવાનની સંગતિથી, તેઓના સંપર્કથી અને તેઓની પર્યપાસનાથી ગુણની ઓળખાણ થાય છે, ગુણ ઉપર રાગ થાય છે અને તે પ્રાપ્ત કરવા પ્રયાસ થાય છે. વળી માતા-પિતા વિગેરેને ઉપકાર એટલે બધે છે કે તેને બદલે કઈ રીતે વળી શકે તેમ નથી. તેના તરફ પૂજ્યબુદ્ધિ બતાવીને તેનું યોગ્ય આદરાતિથ્ય કરવું તે તેઓના ઉપકારને માટે ઘટે છે. દેવના સંબંધમાં એટલું ખાસ યાદ રાખવા યોગ્ય છે કે પોતે સવિશેષ દૃષ્ટિએ દેવતત્વને યોગ્ય નિર્ણય કર્યો હોય તે પણ અન્ય દેવ ઉપર દ્વેષ તે કદિ કરે જ નહિ. પરમસહિષ્ણુતા રાખવાની ખાસ જરૂર છે અને તેને માટે એગ્ય શબ્દમાં ગગ્રંથકારે વારંવાર ઉલ્લેખ કરી ગયા છે.
૨. દાન-પાત્રને વખતે યોગ્ય રીતે સન્માનપૂર્વક ઉચિત દાન આપવું. આ સિવાય કીર્તિદાન પિતાની સ્થિતિને યોગ્ય આપવું ઘટે છે. દયાને પાત્ર પ્રાણુ ઉપર અનુકંપા લાવી વસ્ત્ર, ધન પ્રમુખનું દાન આપવું તેને અનુકંપાદાન કહેવામાં આવે છે. દાન આપવામાં વિવેક રાખવાની જરૂર છે. રેગીને અપથ્ય વસ્તુનું દાન આપવું તે મૂર્ખાઈ છે તેમ જ દીન અનાથને દાન આપતી વખતે પોતાનાં માતા, પિતા, સી, પુત્ર વિગેરે જેના ભરણપોષણને આધાર દાન આપનાર ઉપર હોય તેવા પિષ્ય વર્ગની વૃત્તિને વિરોધ ન આવે તેવી રીતે દાન આપવું. ખાસ કરીને જેઓ દીન, અંધ, કૃપાપાત્ર હોય, શરીરે અપંગ હેય, તેઓને વિવેકપૂર્વક દાન આપવું યેગ્ય