________________
વૃત્તિસંક્ષય યોગ
= ૧૧૯ રાધને અંગે અહીં મનને રાધ કેવી રીતે અને શા માટે કરે તે સંબંધી મહાન પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અન્ય એગીઓ ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે તેવી રીતે મનને મારી નાખવાથી-દાબી દેવાથી કાંઈ લાભ થતું નથી; તેટલા માટે શાસ્ત્રકારે એવી સુંદર વ્યવસ્થા બતાવી છે કે તેથી અમુક અવસ્થા સુધી મનને શુભ ઉપયોગ થાય અને જ્યારે તેનાથી કેવલભાસ થઈ જાય અને તેને ખપ જ ન રહે ત્યારે તેને સ્વાભાવિક રીતે જ રાધ થઈ જાય. અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનમાં મનદ્વારા વિચાર થાય છે અને
જ્યારે પછીનાં ત્રણ શાને થાય છે ત્યારે આત્મા પોતે જ જાણી શકે છે, તે જ્ઞાનમાં મનની જરૂરીઆત રહેતી નથી. આથી મને ગુપ્તિની વ્યવસ્થા બતાવતાં શાસ્ત્રકારે બતાવ્યું છે કેપ્રથમના અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાગમાં મનની શુભ પ્રવૃત્તિરૂપ મને ગુપ્તિ પ્રાપ્ત થાય છે, મનને તે યુગે વખતે કેવી રીતે શુભ બાબતમાં જેડી દેવું એનાં સાધને અનેક રીતે બતાવ્યાં છે અને નકામી બાબતેમાંથી મનને નિવૃત્ત કરી સ્થિર કરવારૂપ-એકાગ્ર કરવારૂપ ગુપ્તિ થાય છે અને પાંચમા વૃત્તિસંક્ષયગમાં મનને તદ્દન ધ થાય છે. આથી મને ગુપ્તિના પ્રવૃત્તિ અને સ્થિરતાપ વિભાગ પાડ્યા છે તે બહુ વિચારવા ચિગ્ય છે અને તેને લઈને જે ગૂંચવણ રોગના લક્ષણમાં અન્યથા પ્રાપ્તવ્ય છે તેને જૈનગરમાં નિકાલ થઈ જાય છે.
પ્રથમના ચાર યુગમાં ઉત્તરોત્તર ગપ્રાપ્તિ સવિશેષ થતી જાય છે અને બહુ ઉત્ક્રાન્તિ થતી જાય છે. પાંચમા વેગમાં
* અવધિ, મન:પર્યવ, કેવળ.