________________
ક ૧૧૮ :
જૈન દષ્ટિએ ગ યોગમાં ક્ષય થઈ જાય છે તેથી વિશિષ્ટ ચારિત્ર જેને “યથા
ખ્યાત ચારિત્ર” કહેવામાં આવે છે તેને આવરણ કરનાર અને કેવલ્યજ્ઞાનદર્શનને આવરણ કરનાર કર્મોને પણ આ રોગથી ક્ષય થઈ જાય છે અને સંસારઅપેક્ષારૂપ તંતુને વિચ્છેદ થઈ જાય છે એટલે સંસારમાંથી કઈ પણ પ્રકારનું સુખ મેળવવાની કાંઈ પણ અપેક્ષા તેને રહેતી હતી તે સર્વને આ સમતાયોગથી છેદ થઈ જાય છે. આવી રીતે આ સમતાગનાં ત્રણ ફળ બતાવ્યાં તે સમજવામાં આવી ગયાં હશે. લબ્ધિમાં અપ્રવર્તન, સૂકમ કર્મને ક્ષય અને અપેક્ષાતંતુને વિચ્છેદએ ત્રણે આ સમતાગનાં ફળ છે એ નિર્દિષ્ટ થયું.
પ, વૃત્તિસંક્ષયગ. અન્યકૃત વિકલ્પનાજાળરૂપ વૃત્તિઓને ફરી વખત ઉદ્દભવ ન થાય તેવી રીતે રોધ કરે તેનું નામ “વૃત્તિસંક્ષયગ” કહેવામાં આવે છે. આ આત્મા મોટા સમુદ્ર જે છે પણ તેનામાં તરંગ નથી, બહારથી જ્યારે પવન આવે છે ત્યારે તેનામાં સંકલ્પરૂપ તરંગો ઉત્પન્ન થાય છે. મન અને શરીરના સગરૂપે પવનથી તેનામાં અનેક વિકલ્પ ઊઠે છે. એ અન્યકૃત વિકલ્પજાળનો એવી રીતે નાશ કર કે ફરી વખત તેની ઉત્પત્તિ જ ન થાય, ફરી વાર કલ્પનાજાળ ઊઠે જ નહિ એવા પ્રકારના સર્વથા રોધને વૃત્તિસંક્ષયરોગ કહે છે. આ ચુંગ કૈવલ્યજ્ઞાનદર્શન પ્રાપ્તિ વખતે અને નિવૃત્તિપ્રાપ્તિ વખતે લભ્ય છે, કારણ કે અગાઉ પણ વૃત્તિને નિરોધ તે થયા કરે છે, પરંતુ તેમાં સર્વથા રાધ થતું નથી. આ યુગનાં ત્રણ ફળ છે : કેવળજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશીકરણ અને મોક્ષની પ્રાપ્તિ. વૃત્તિ