________________
* ૧૧૩ ?
ધ્યાનમ આસંગ કહે છે. અહીં અનાત્મમાં આત્મબુદ્ધિ થવાથી અસંગયિા અનુષ્ઠાન થતું નથી. એ અનુષ્ઠાન જેને અમૃતક્રિયા કહે વામાં આવે છે અને જે પર ગભૂમિકામાં પહેલાં વિવેચન થઈ ગયું છે તેથી ઉલટું છે અને જ્યાં સુધી અમૃતક્રિયા ન થાય ત્યાંસુધી મેહને નાશ થતું ન હોવાથી પ્રગતિ થતી નથી, માત્ર સામાન્ય લાભ થાય છે, પણ જે ગુણસ્થાનકમાં પ્રાણી વર્તતે હોય છે ત્યાં જ તે રહે છે, આગળ વધતું નથી. ૭. અન્યમુદ-જે વિહિત ક્રિયા યથાવસર બતાવી હોય તેનાથી અન્ય ક્રિયાઓ ઉપર રાગ; એટલે શિષ્ટ પુરુષોએ પ્રતિક્રમણ, પડિલેહણ, ચૈત્યવંદન, સ્વાધ્યાય વિગેરે ક્રિયાઓ બતાવી છે. તેમાંથી જે કરાતી હોય તેના ઉપર રાગ ન થતાં તેથી આગળ ની બીજી ક્રિયા કરવાની વૃત્તિ અને કરાતી ક્રિયા ઉપર અનાદર અથવા અબહુમાન ૮. રૂજ-સમ્યમ્ અનુષ્ઠાનને સર્વથા ઉછેર કરે, તે લાભ કરનાર હોઈ શકે જ નહિ એ નિર્ણય
* જે વખતે જે ક્રિયા કરવામાં આવતી હોય તે કરવામાં મન અવ્યવસ્થિત રહે અને તે સિવાયની અથવા ત્યાર પછી કરવાની ક્રિયામાં મન ચાલ્યું જાય તે માટે દોષ છે. દાખલા તરીકે પ્રતિક્રમણ કરતી વખત પડિલેહણમાં મન રહે અને પડિલેહણ કરતી વખત સ્વાધ્યાયમાં મન રહે અને સ્વાધ્યાય કરતી વખત વૈયાવચમાં મન રહે અને વૈયાવચ્ચ કરતી વખત વિનયમાં મન રહે. આવું સાધારણ રીતે ઘણીખરી વખત બને છે. એનું પરિણામ એ આવે છે કે એક પણ ક્રિયામાં મન ચુંટતું નથી. આ દેષ અને ક્ષેપ દોષ જે ઉપર બતાવ્યો છે તેમાં તફાવત એ છે કે-પ દેશને અંગે ક્રિયા પૂરી કર્યા વગર જ વચ્ચે વચ્ચે જ્યાં ત્યાં અન્યત્ર માથું મારવાની ટેવ પડે છે અને આ અન્યમુદ્ દેશમાં