________________
: ૧૧૨ :
જેની દષ્ટિએ યોગ ચિત્તની એકાગ્રતા થતી નથી તેથી ખેદને અત્ર ત્યાગ થવાનું સૂચવન કર્યું છે. ૨. ઉદ્વેગ-પ્રાણીઓને યોગના ઉપર અનાદર થાય તેને ઉગ કહેવામાં આવે છે. શ્રીમાન કુટુંબમાં જન્મ થવે વગેરે વેગને બાધા કરવાના નિમિત્તભૂત થાય છે. ઉગથી પ્રવૃત્તિ ન કરી શકે. ૩. શ્રમ-મનમાં વિપર્યય થવું તે, શક્તિમાં રૂપાનું જ્ઞાન, રજજુમાં સપનું જ્ઞાન વિગેરે. આ કામ મેં કર્યું છે કે નહિ, ક્યારે કર્યું વિગેરે શંકાની વાસના થવી તે. ચોગ્ય સંસ્કાર વગર વેગ કરવા માંડે અને મનમાં સમજે કે મેં ચોગ કર્યો છે એવી વિચારણને ભ્રમ કહેવામાં આવે છે. ૪. ઉત્થાન-પ્રશાન્તવાહિતા જેનું ઉપર વર્ણન આપવામાં આવ્યું છે તેને અત્ર અભાવ હોવાથી મનને ઉદ્રક થવાથી જેમ અભિમાની પુરુષ વર્તન કરે તે ત્યાગને મળતા અત્યાગ-ત્યાગને અભાવ અહીં પ્રાપ્ત થાય છે. અહીં વર્તન શાસ્ત્રવિહિત રીતે કરે છે પણ એકાકાર વૃત્તિના અભાવથી તેને ત્યાગ નકામા જે થઈ પડે છે. ૫. ક્ષેપ-ક્રિયા કરતાં કરતાં વચ્ચે બીજી ક્રિયા કરવા તરફ દેરવાઈ જવું, એક બાબતમાં ચિત્તને સ્થિર કરવું નહિ. શુભ ક્રિયામાં પણ જે વખતે અમુક ક્રિયા ચાલતી હોય તેમાં જ એકાગ્રતા કરવાની કહી છે. જે અન્યચિત્ત અથવા એકાગ્રતા વગર બીજી ક્રિયામાં પણ માથું મારવામાં આવે તે દયાનભ્રષ્ટ થવાય છે. એવી અન્ય બાબતમાં ચિત્તવૃત્તિ ખેંચી જનારને વારંવાર ઉખેડેલ શાલિના ડુંડાની પેઠે રોગને અંગે કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ૬. આસંગ-આદરેલ અનુષ્ઠાનમાં જ તત્પરતા રહે, આગળ પરિણામ અને પ્રવૃત્તિમાં પ્રગતિ કરવાનું લક્ષ્ય રહે નહિ તેને