________________
ભાવનાથ
ક ૦૭ : ઘકિન્યા ઉપર ગયે, નીચે ગયે, અફળા, કૂટાય અને અનેક રીતે હેરાન થયે, દરેક ગતિમાં અનેક પ્રકારનાં દુખે પામે, અનેક પ્રકારની ઉપાધિઓ કરી, અનેક પ્રકારના વિકારે અનુભવ્યાં પણ એક પર્ણ જગ્યાએ પ્રાણ કરીને બેઠે નહિ. એણે તૃષ્ણાખાતર અનેક પાપકાર્યો કર્યા, અનેકને છતાં, અનેકના પ્રાણ લીધા, પણ એની મનેરથભટ્ટની ખાઈ પૂરાણી નહિ. એણે અનેક પ્રાણ પર કોલ કર્યો, અનેક પ્રકારે અભિમાન કર્યા, દરેક પ્રકારની હલકાઈ કરી, તુચ્છતા વાપરી અને મનેવિકારને વશ થઈ બહુ બહુ પ્રકારનાં નાટકે કેળવ્યાં. દરેક ગતિમાં અને જાતિમાં એણે નવા નવા વેશ ધારણ કર્યા અને પિતાને પાઠ ભજવ્યો. એના પ્રત્યેક ભવનાં ચરિત્રે જોઈએ તે તેમાં વળી તેણે અનેક રંગ જમાવ્યા હોય એમ દેખાઈ આવશે. પ્રાણીએ કર્મને વશ થઈ કેટલા નિસાસાઓ મૂકયા હશે, આનંદ માન્યા હશે અને ધક્કા ખાધા હશે એને વિચાર કરતાં ત્રાસ ઊપજે તેમ છે. પ્રાણને આ સંસારમાં એક ચિંતા મટે છે ત્યાં બીજી ઊભી થાય છે, એક બાબત પર જરા પગ સ્થિર થાય છે ત્યાં બીજી ત્રણ ઉપાધિઓ વધે છે. આવી રીતે સાચાખેટા વ્યવહારમાં, બહારના દેખાવમાં, ધામધૂમમાં, ગપાટા મારવામાં, બડાશે હાંકવામાં અને એવી અનેક ક્ષુલ્લક બાબતમાં ભવના ભાવ ચાલ્યા જાય છે અને પ્રાણી આડોઅવળે પડતઆખડત સંસારના ચિત્રવિચિત્ર પવનને અનુભવ કર્યા કરે છે. આ સંસાર ભાવના ભાવવી એટલે આખા સંસારનું ચિત્ર આત્મા પાસે રજૂ કરવું. એમ કરવા માટે લેખની જરૂર નથી,